દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે જિલ્લા પ્રમુખ શંકર આમલિયારના અધ્યક્ષ સ્થાને “ગાંવ ચલો અભિયાન” અંતર્ગત પત્રકાર પરિષદ યોજવામાં આવી. જે તા. ૧૦ થી ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ યોજાનાર છે.
ભારત દેશ છેલ્લા ૧૦ વર્ષમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરીક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને ૨૦૨૪ની આગામી લોકસભાની ચૂંટણીમાં પુન: સમર્થન મેળવવાનું છે. જેથી ઉપરોક્ત કાર્યને પૂર્ણ કરવા માટે, કેન્દ્રની યોજના અનુસાર “ગાંવ ચલો અભિયાન” શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ૭ લાખ ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક-એક કાર્યકર્તાને તેઓના મૂળ ગામ અને બૂથ સિવાયના અન્ય ગામ કે બૂથમાં જવાબદારી નિશ્ચિત કરીને રાત્રી રોકાણ સહીત ૨૪ કલાક એ કાર્યકર્તાઓએ સોંપેલ ગામ બૂથમાં ‘પ્રવાસી કાર્યકર્તા’ તરીકે જશે.
આ અભિયાનની સફળતા માટેની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જીલ્લાના સંયોજકો અને સહ-સંયોજકો સાથે ચર્ચા-વિચારણા કરીને મંડલ અભિયાન સમિતિમાં ૧ – સંયોજક, ૧ – સહ-સંયોજક ની રચના કરી, જેમાં સંયોજક તરીકે મંડળના મહામંત્રીને મુકવામાં આવશે અને મંડળમાં શક્તિ કેન્દ્રના શક્તિ કેન્દ્ર સંયોજકના નામ, નંબર મોકલવાના રહેશે. ગ્રામ્ય મંડળમાં ગામ અને શહેરમાં બુથ દીઠ ૧ સ્થાનિક સંયોજક મુકવામાં આવશે. ગામ/શહેર સંયોજકે ગામમાં આવનાર પ્રવાસી કાર્યકર્તાનો આખા દિવસના કાર્યક્રમનું આયોજન અને જરૂરી વ્યવસ્થા કરવાની છે. વધુ વસ્તી ધરાવતા મોટા ગામોમાં બે બુથ દીઠ એક એ ગુણાંકમાં પ્રવાસી કાર્યકર્તાઓની નિયુક્તિ કરવી તેમજ નાના ગામોમાં ગામ દીઠ એક અને શહેરી વિસ્તારમાં બુથ દીઠ એક પ્રવાસી કાર્યકર્તાની જવાબદારી નિશ્ચિત કરવની છે
જ્યારે 11 ફેબ્રુઆરી ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની પુણ્યતિથિ છે તે દિવસે દરેક ગામ સ્તરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની છબી મૂકી તેની પુષ્પાંજલિ કરી તેમના જીવન ચરિત્ર વિશે લોકોને માહિતી આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે આમ બે દિવસ સમગ્ર ભારત કરોડો ની સંખ્યામાં કાર્યકર્તા 2024ની તૈયારીઓના ભાગ રૂપે થનાર આ અભિયાનમાં ભાગ લેશે.