વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિવિધ સંગઠનોના સૌ રામભક્તો તારીખ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ સાંજે બપોરના ૦૪:૩૫ 4.35 કર્ણાવતી થી અયોધ્યાના દર્શનાર્થે કાલુપુર રેલ્વે સ્ટેશનથી રવાના થયા હતા. અંદાજે ૧૪૦૦ થી વધુ રામભક્તો કેન્દ્ર સરકાર દ્વારા ખાસ મુકાયેલ આસ્થા ટ્રેનમાં સવાર થયા.
આ પ્રસંગ નિમિત્તે રામભક્તો દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરે 52 ગજ ની ધજા ચઢાવવા લઈ જવામાં આવી. સાથે સૌને તિલક અને માળા પહેરાવી સૌનું સ્વાગત કરવામાં આવ્યું. સૌ રામભક્તો આજે તા. ૧૩ ફેબ્રુઆરીને મંગળવારના રોજ દર્શન કરશે અને તા. ૧૪ ફેબ્રુઆરીની રાત્રે પરત આવશે.