રાજસ્થાનના અલવરથી પર્યાવરણને બચાવવાના ભાવ સાથે અને સનાતન ધર્મના પવિત્ર 12 જ્યોતિલિંગ તથા ચાર ધામની સાયકલ યાત્રાએ નીકળેલં યુવક દાહોદ આવી પહોંચતા ભારતીય જનતા પાર્ટીના લઘુમતી કોમના મહામંત્રીએ સ્વાગત કર્યુ.
રાજસ્થાનના અલવર જિલ્લાના બેરોડના ટસીંગ ગામના બજરંગ સ્કૂલ નજીક રહેતા ભુપસીંગ યાદવના 35 વર્ષીય પુત્ર નરેદ્રસિંહ યાદવ તા 26.11.2023 ના મંગળવારના રોજ પર્યાવરણના બચાવવાંના ભાવ સાથે અને સનાતન ધર્મના પવિત્ર 12 જ્યોતિલિંગના દર્શન માટે માત્ર પોતાની સાઇકલ પર જીવન જરૂરિયાતની થોડી વસ્તુઓ લઈ 15 સ્ટેટ પાર કરી ન આજે તા. 13.02.2024 મંગળવારના રોજ દાહોદ આવી પહોંચતા દાહોદ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી અને ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વાડો ઇન્ટરનેશન કરાટે ચિફ ડો સૈયદ હાસમી નિઝામુદ્દીન મોઈનુદ્દીન કાઝી દ્વારા સાઇકલ પર પર્યાવરણને બચાવવાં ભાવ સાથે નીકળેલ યુવાનનું સ્વાગત કરવામાં આવ્યું