અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે તારીખ ૨૧ ફેબ્રુઆરીએ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી બી.આર.બોદરએ સૌને આવકારી ગુજરાતી ભાષાનું ગૌરવ કરવા સૌને આહવાન કર્યું હતું.
આ ઉજવણી અંતર્ગત બે ગુજરાતી ભાષાના તજજ્ઞ વક્તા ઓએ વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં ડો રાજેશભાઈ વણકર (સરકારી વિનયન કૉલેજ, ગરબાડા) એ ગુજરાતી કવિતા અને સાહિત્યના ઉદાહરણો દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. ગુજરાતી ભાષાનું મૂળ સાચવી રાખવાની અને સંસ્કૃતિને જાળવવા માટે માતૃભાષા સાચવવી પડશે એવો આગ્રહ પણ સેવ્યો હતો. માતૃભાષા સાથે ભાવ જોડાયેલો છે. તેમજ ઉમાશંકર જોશી, દલપતરામની કવિતાઓના ઉદાહરણો આપ્યા હતાં. અને ભાષા મહાન છે તે બાબત સ્પષ્ટ કરી આપી હતી.
ડો રોહિત કપૂરી (એસોસિયએટ પ્રોફેસર, કે.આર. દેસાઈ આર્ટસ કોલેજ, ઝાલોદ)એ ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસક્રમ દર્શાવી વિવિધ કહેવતો, રૂઢિપ્રયોગો, ચેષ્ટાઓ, સંકેતો દ્વારા ગુજરાતી ભાષાની આંતરિક ભાવસમૃદ્ધિની સોદાહરણ ચર્ચા કરી હતી. આ ઊજવણી વાઇસ પ્રિંસિપાલjએ અને સંચાલન પ્રો.ડો. ધવલ જોશીએ કર્યું હતું. તેમજ આભારવિધિ ડો કમલેશ ગાયકવાડે કરી હતી.