ઢઢેલા ગામે પંચાયત કચેરી ખાતે વાલ્મિકી ઉત્કર્ષ મંડળ દ્વારા ખર્ચાળ લગ્ન વ્યવહારોને મર્યાદિત કરવા આજે તા.૨૨/૦૨/૨૦૨૪ ને ગુરુવારના રોજ ચાર (૦૪) ગામોની સમાજ પંચની રચના કરવામાં આવી. આ મિટીંગમાં ગ્રામજનો, વડીલો, યુવાનો સમાજના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
મિટીંગમાં ઉત્કર્ષ મંડળના કાર્યકર્તાઓ સરદારભાઈ મછાર, શંકરભાઈ કટારા, મોહનભાઈ મહારાજ હાજર રહી સમાજમાં ઘર કરી ગયેલા ખર્ચાળ લગ્ન વ્યવહારો, વ્યશનો, અંધશ્રદ્ધા જેવા દુષણો દુર થાય તે માટે વિસ્તૃત સમજ આપવામાં આવી. અને હાલ થોડાક દિવસોમાં જ ચાલુ થનાર ધો. – ૧૦ અને ધો. – ૧૨ બોર્ડની પરીક્ષામાં બાળકો સારી રીતે પરીક્ષા આપે તે માટે શિક્ષણનું મહત્વ સમજાવ્યું.
વધુમાં આગામી હોળીનો તહેવાર ધામધૂમ થી ઉજવાય તે માટે હિન્દુ ધર્મના ઉત્સવોનું મહત્વ સમજાવ્યું. ખર્ચાળ લગ્ન વ્યવહારોને કારણે સમાજના ઘણા ખરા લોકોને માઇગ્રેશન કરવું પડે છે, તો આવા વ્યવહારોને તિલાંજલિ આપી સાદાઈથી લગ્ન પ્રસંગો કરી તેમાંથી બચત કરીને બાળકોના શિક્ષણ માટે વાપરવા માટે માહિતી આપવામાં આવી હતી. હાજર રહેલ સૌ લોકોએ સમાજ પંચ દ્વારા નક્કી કરેલ બંધારણ અમલમાં મૂકવા સંકલ્પ કર્યો. અને સમાજની નવી પેઢી ખોટા દુષણો થી બહાર આવે તે માટે પાલન કરવા બાહેધરી આપી. આ સમગ્ર મીટીંગનું આયોજન અને સંચાલન કનુભાઈ પારગી તથા કમલેશભાઈ ડામોરે કર્યું હતું.