દાહોદ જિલ્લા આરોગ્ય શાખા દાહોદ અને જિલ્લા શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના સહયોગથી જિલ્લા કક્ષાએથી માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારીયા આરતસિંહના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના બ્લોક રિસર્ચ સેન્ટરની આગેવાની હેઠળ આયુષ્માન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અતર્ગત (AB-SHWP) શિક્ષકો (સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ એમ્બેસેડર) ની તાલીમ ૧. બી.આર.સી. ભવન ૨. બામરોલી મુખ્ય પ્રાથમિક શાળા ૩. વૃંદાવન આશ્રમશાળા પીપલોદ એમ ત્રણ સ્થળોએ કરવામાં આવી હતી.
આ તાલીમ તારીખ ૨૭ થી ૨૯ ફેબ્રુઆરી એમ કુલ ત્રણ દિવસ સુધી તાલુકા આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ બારીયા, તા.દેવગઢ બારિયા અને બી.આર.સી. કો.ઓ પટેલ ધર્મેશભાઈ તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનથી મુકેશભાઈ ડામોરના માર્ગદર્શન હેઠળ બી.આર.સી ભવન દેવગઢ બારીયા ખાતે માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા ૧૧ મોડ્યુલની તાલીમ ઓડિયો, વીડિયો, રમતો, ગ્રુપ ડિસ્કશન અને પ્રવૃત્તિઓ દ્વારા જરૂરી માર્ગદર્શન સાથે શીખવવામાં આવી હતી.
આ પ્રવૃત્તિ દરમ્યાન તમામ શિક્ષકોને એમ્બેસેડર કીટ પણ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ, એનિમિયા કાર્યક્રમ અને શિક્ષણ વિભાગ તરફથી કિશોરોના શૈક્ષણિક વિકાસ અને આરોગ્ય તેમજ કાઉન્સિલિંગ રેફરલ સેવાઓ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.