ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં જ પ્રથમ યાદીમાં દાહોદના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોરને ફરી રિપીટ કરાયા. કેન્દ્રીય મોવડી મંડળે તેમનામાં ફરીથી મૂક્યો વિશ્વાસ
દાહોદ જિલ્લાની જનતા અને સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. દાહોદ ભાજપ સંગઠન દ્વારા નગર પાલિકા ચોક ખાતે ઢોલ નગરા વગાડી તથા ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી.
આ પ્રસંગે NewsTok24 પરિવાર પણ હર્ષની લાગણી અનુભવી લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર ને શુભેચ્છા પાઠવે છે.