આજે તા.૦૮/૦૩/૨૦૨૪ ને શુક્રવારના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ગોધરા રોડ પર આવેલ નીલકંઠેશ્વર મહાદેવ ખાતેથી સતત બીજા વર્ષે પણ શિવજીની સવારીનું ભવ્ય આયોજન નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું. જેમાં દાહોદના શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહભેર શોભા યાત્રામાં જોડાઈ અને શોભા યાત્રાની અભિવૃદ્ધિ વધારી હતી. આ શોભાયાત્રામાં મુખ્ય ઝાંખી રૂપે આકર્ષણ અયોધ્યા રામ મંદિર, દાનપત્ર કળશ, ગાય વાછરડાની જોડી, રામાનંદ પાર્ક અખાડા, ઇસ્કોન મંદિર દ્વારા ભજન મંડળી, બ્રહ્માકુમારી દ્વારા શિવ પાર્વતી અને ગણપતિ સ્થાપના, શિવ તાંડવ, ડમરુ તાસા પાર્ટી જેવા વિવિધ આકર્ષણો આ શોભાયાત્રામાં જોવા લાયક હતા.
આ શિવયાત્રા ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવથી પ્રારંભ કરી ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈવાડ, બિરસા મુંડા ચોક, માણેકચોક, નગરપાલિકા, એમ.જી. રોડ થઈ પરત નીલકંઠેશ્વર મહાદેવ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. ત્યાં દરેક ભાવિભક્તો માટે ભોજન પ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરેલ.