Thursday, October 31, 2024
Google search engine
HomeSingvadરણધિકપુર ખાતે મુખ્યમંત્રીના આગમન પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ૧૫૦૦ થી...

રણધિકપુર ખાતે મુખ્યમંત્રીના આગમન પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ૧૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

દાહોદમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભડાકો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રણધિકપુર ખાતે ભાજપમાં જોડાયા. જેમાં ધાનપુર કોંગ્રેસ ના તાલુકા પ્રમુખ 1500 ઉપરાંત કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા

રણધિકપુર ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા. રણધીકપુર ખાતે કોમ્યુનિટી હોલના ઉદ્દઘાટન પ્રસંગે તેમજ અન્ય 300 કરોડ ઉપરાંતના ખાતમુર્હૂત તથા લોકાર્પણના કાર્યક્રમમાં સી.એમ. ભૂપેન્દ્ર પટેલ આવનાર છે, ત્યારે તે પહેલા દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકા, લીમખેડા તાલુકા, સિંગવડ, રણધીકપુર, ધાનપુર, ઝાલોદ, બારીયા, સંતરામપુર તેમજ અન્ય તાલુકાઓ માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ, મહિલા હોદ્દેદારો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ કાર્યકર્તાઓ ગુજરાત રાજ્યના વિધાન સભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર, પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ તેમજ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, પ્રમુખ શંકરભાઈ આમલીયાર, શૈલેષભાઈ ભાભોર, સતિષભાઈ પટેલ તેમજ રામસિંહ રાઠવા તેમજ બાબુભાઈ કટારાની ઉપસ્થિતિમાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments