ગત રોજ તા.૧૧/૦૩/૨૦૨૪ ને સોમવારના રોજ રાત્રે ૦૮:૩૦ કલાકે હોળીના પાવન પર્વ નિમિત્તે રેલાતી, હોળીના રસિયા અને ફાગની રમઝટ અંતર્ગત ઢોલ, નગારા, ડફ, મંજીરા સંગ તથા રંગ-બેરંગી ફૂલોની પાંદડીઓની સાક્ષીએ વૈષ્ણવ સમાજના કીર્તનકારો ના સુમધુર કંઠે આ વર્ષે પ્રથમ જાહેર રસિયા ફાગનો કાર્યક્રમ દરજી સોસાયટીમા દરજી સમાજની મહિલાઓ દ્વારા રાખેલ હતો.
જેમાં મોટી સંખ્યામાં દરજી સમાજની મહિલા અને પુરુષોએ કીર્તન સાંભળવા આવ્યા હતા અને કીર્તનનો ખૂબ લાભ લીધો હતો. વધુમાં ગુલાલ તથા પુષ્પો ઉડાડી આ મહોત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવી રસિયા ફાગ ઉજવ્યો હતો.