માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમમાં 85,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અંદાજે 6000 રેલ્વે પ્રોજેક્ટનો શિલાન્યાસ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સમગ્ર દેશમાં 764 સ્થાનો પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોટા પાયે આ “&કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ વર્કશોપમાં દાહોદ લોકો મેન્યુફેકચરીંગ યુનિટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર રહ્યા ઉપસ્થિત.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ – ૨૦૨૩ માં દાહોદમાં રેલ્વે ઉત્પાદન એકમ ખાતે 9,000 HP ઇલેક્ટ્રિક એન્જિનના ઉત્પાદન પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટની અંદાજે 20,000 કરોડ રૂપિયા છે. દાહોદ વર્કશોપ, 1926 માં સ્ટીમ એન્જિનના સમયાંતરે ઓવરહોલ માટે સ્થપાયેલ હતું અને ત્યાર પછી માળખાકીય સુધારાઓ સાથે ઇલેક્ટ્રિક લોકોમોટિવ ઉત્પાદન એકમમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે. જેમાં આશરે 10,000 થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.
2023-24 થી 2033-34 સુધીના 11 વર્ષમાં દાહોદ સુવિધા ખાતે 1,200 લોકોમોટિવ્સનું ઉત્પાદન કરવામાં આવશે. સફળ બિડર પ્રથમ વર્ષમાં પાંચ અને બીજા વર્ષે 35 લોકોમોટિવ્સ સપ્લાય કરશે. ત્રીજા અને ચોથા વર્ષમાં દર વર્ષે 80 જેટલા લોકોમોટિવ્સ પૂરા પાડવામાં આવશે.પાંચમા અને છઠ્ઠા વર્ષમાં ઉત્પાદન વધારીને વાર્ષિક 100 લોકોમોટિવ કરવામાં આવશે. ત્યારબાદ 2033-34 સુધી પાંચ વર્ષ માટે વાર્ષિક 160 લોકોમોટિવ્સનું ઉત્પાદન કરવામાં આવશે.
લોકોમોટિવનું ઉત્પાદન ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને કરવામાં આવશે અને તેમાં ગ્રીન મેન્યુફેક્ચરિંગ ટેગ હશે. આ દરમિયાન દાહોદ વર્કશોપ ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ,જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે, CWM વિનય કુમાર અને અન્ય પ્રતિષ્ઠિત જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.