વિશ્વની સૌથી મોટી લોકશાહીના પાવન પર્વ સમાન ચૂંટણી દરમિયાન અમલમાં આવનારી આદર્શ આચારસંહિતાના પાલન થાય તથા રાજકીય પક્ષો / ઉમેદવારો / લોકો દ્વારા ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ આવે તે માટે ની વિવિધ ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણની ટીમો ( FST / SST / VVT / VST / AT / AEO ) ની ચૂંટણીલક્ષી કામગીરી બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદશન હેઠળ જિલ્લા વિકાસ અધિકરી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ ટીમોની તાલીમ યોજાઈ હતી.
આ તકે કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે આપણે સૌએ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધક બન્યા વિના વોચમેન તથા નિર્ણાયકની ભૂમિકા ભજવવાની છે. ચૂંટણીને લગતી દરેક ટીમે સંકલનથી કામગીરી કરવાની રહેશે. જેથી, ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ન્યાયિક માહોલમાં સરળતાથી પૂર્ણ થઈ શકે. ખાસ કરીને ચૂંટણી ખર્ચનું આકલન સુચારુ રીતે થાય, તે માટે વિવિધ ટીમો, ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફરોએ ચૂંટણી પ્રચારના કાર્યક્રમના ચોકસાઈપૂર્વક તમામ વિઝ્યુઅલ લઈ જરૂરી માઈન્યુટ ઓબ્ઝર્વેશન કરવા કલેક્ટર એ તાકીદ કરી હતી.
અત્રેના જિલ્લામા લોકસભાની ચૂંટણી પ્રક્રિયાની કામગીરી ખર્ચ દેખરેખ ની માર્ગદર્શિકા અને નિયમો મુજબ મુજબ થાય તેમજ જરૂર પડ્યે સૂઝબૂઝ અને અનુભવોના આધારે નિર્ણયો લેવાય તેમ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમએ જણાવ્યું હતું કે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલબેન તેમજ સમીરભાઈ પટેલ મામલતદાર દે. બારીયા અને DLMT દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ચુંટણી ખર્ચ ની વિવિધ ટીમ ( FST / SST / VVT / VST / AT / AEO ) તેઓની કામગીરી અંગેની તમામ બાબતો વિષે વિગતવાર જાણકારી આપી હતી. તેમજ સિસ્ટમ સુપરવાઈઝર ચૂંટણી શાખા દ્વારા Cvigil /ESMS પોર્ટલ ના ઉપયોગ બાબતે ppt સમજૂતી આપવામાં આવી હતી.
આ તાલીમમાં, ખર્ચ મોનીટરીંગ સેલના નોડલ અધિકારી અને હિસાબી અધિકારી જિલ્લા પંચાયત દાહોદ, મામલતદાર દાહોદ, મામલતદાર ચૂંટણી, ચુંટણી ખર્ચ દેખરેખ ની કામગીરી સંભાળતા નાયબ મામલતદાર, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.