Saturday, November 2, 2024
Google search engine
HomeDahod - દાહોદલોકસભા ચૂંટણી - ૨૦૨૪ ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર...

લોકસભા ચૂંટણી – ૨૦૨૪ ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાઈ પ્રેસ કોન્ફરન્સ

  • સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે.
  • લોકશાહીના મહાપર્વમાં સૌને જોડાવાનો અનુરોધ કરતા દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી એવં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે 

ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તા.૧૬-૦૩-૨૦૨૪ ના રોજ કરવામાં આવી છે. જે અન્વયે દાહોદના જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને આજે તા.૧૬/૦૩/૨૦૨૪ ને શનિવારના રોજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા અપાયેલી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ૭,૯૯,૭૬૦ પુરુષ મતદારો, ૮,૨૨,૫૧૧ મહિલા મતદારો તેમજ અન્ય ૨૯ મતદાર મળીને કુલ ૧૬,૨૨,૩૦૦ નોંધાયેલા મતદારો છે. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ વખતે વધુમાં વધુ મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવે. તેમજ આદર્શ આચારસંહિતાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેર્યું હતું. કલેક્ટર યોગેશ નિરગુડેએ ઉમેર્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત આ વર્ષે સ્વીપ એક્ટિવીટી અન્વયે દાહોદમાં અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, ચૂંટણી બાબતે જરૂરી માહિતી મેળવવા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તથા રાજકીય પક્ષોની જાહેરાતના પૂર્વ-પ્રમાણીકરણ માટે તથા પેઇડ ન્યુઝ પર નિયંત્રણ માટે MCMC કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. એ સાથે દાહોદ જિલ્લાના તમામ નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલએ પણ આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા લોકસભા ચુંટણી-૨૦૨૪ ને અનુલક્ષીને મતદાન મથકો સહિતની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નાયબ માહિતી નિયામક એસ.જે.બળેવીયા, સહિત મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments