Saturday, November 2, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયમાં SSC બોર્ડની પરીક્ષા આપતી કિશોરીને છાતીમાં દુખાવો ઉપાડતા...

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયમાં SSC બોર્ડની પરીક્ષા આપતી કિશોરીને છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર માટે તાત્કાલિક ફતેપુરા સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ

ફતેપુરા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવારમાં ખસેડાતાં કિશોરીની હાલત સુધારા ઉપર

સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ SSC અને HSC બોર્ડ ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પણ ધોરણ 10 તથા 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે તા.૨૦/૦૩/૨૦૨૪ ને બુધવારના રોજ SSC બોર્ડ ની અંગ્રેજી વિષય પરીક્ષા ચાલુ હતી તે દરમ્યાન ધોરણ 10 ની વિદ્યાર્થીનીને ચક્કર આવી છાતીમાં દુઃખાવો ઉપાડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ફતેપુરા સરકારી દવાખાનામાં ખસેડી સારવાર કરાતા કિશોરીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે તા. ૨૦/૦૩/૨૦૨૪ નાં રોજ ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયમાં હઠીલા જ્યોત્સનાબેન પારસીગભાઇ નાઓ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા હતા. તે દરમ્યાન જ્યોત્સનાબેનને ચક્કર આવી છાતીમાં દુઃખાવો ઉપાડતા તાત્કાલિક શાળા સ્ટાફ દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, ત્યારે પાયલોટ દિવ્યરાજસિંહ ચૌહાણ તથા ઇ.એમ.ટી. મનિષાબેન કટારા નાઓ તાત્કાલિક શાળા ખાતે પહોંચી ગયા હતા. અને તાત્કાલિક જ્યોત્સનાબેનને પ્રાથમિક સારવાર આપી ફતેપુરા સરકારી દવાખાનામાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સમયસર સારવાર મળી જતા જ્યોત્સનાબેનની તબિયતમાં સુધારો થયો હોવાનું જાણવા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments