આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત B.Ed. કોલેજ સિંગવડ ખાતે કોલેજના તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા સ્વીપ નોડલ સામજીભાઈ કામોળ, સહ નોડલ અમરસિંહ જી. વણકર, કોલેજના આચાર્ય દ્વારા તાલીમાર્થીઓને મતદાન અવશ્ય થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું, તાલીમાર્થીઓએ પણ મતદાન અવશ્ય કરશે તેવો સંકલ્પ લીધા હતા. તેમજ અન્ય મતદારોને પણ મતદાન કરવા પ્રેરણા આપશે તેવો ઉત્સાહ બતાવ્યો હતો.
HomeOur Government - આપણી સરકારદાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની B.Ed. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અચૂક મતદાન કરવા અંગે...