Thursday, December 5, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાકતલ કરવાના ઇરાદે પશુઓની હેરાફેરી કરતા આરોપીઓને પશુઓ સાથે ઝડપી પાડતી સુખસર...

કતલ કરવાના ઇરાદે પશુઓની હેરાફેરી કરતા આરોપીઓને પશુઓ સાથે ઝડપી પાડતી સુખસર પોલીસ

  • સંતરામપુર થી ઝાલોદ તરફ જતા માર્ગ ઉપર હડમત ગામે થી પસાર થતા પીક અપ ડાલામાં કતલ કરવાના ઇરાદે લઈ જવાતી ત્રણ ભેંસો સાથે બે આરોપીઓ ઝડપી પાડતી સુખસર પોલીસ
  • સુખસર પોલીસે ત્રણ ભેંસો કિં.રૂ. ૯૦,૦૦૦/- તથા પીકઅપ ડાલાની કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૯૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો.

કતલખાનાઓને જીવંત રાખવા ઘરડા પશુઓની હેરાફેરી કરવા સંડોવાયેલા લોકો પોલીસને ચકમો આપી નાના-મોટા રસ્તાઓ ઉપરથી પસાર થવામાં સફળતા મેળવી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લા તરફથી કતલના ઇરાદે રાજસ્થાન તરફ જતા મુંગા પશુઓને બચાવવા સાથે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરવામાં સંડોવાયેલા તત્વોને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ઉપર રોક લાવવા સુખસર પોલીસે સક્રિયતા દાખવી ગત રોજ બપોરના સમયે સંતરામપુર તરફથી ઝાલોદ તરફ જતા હાઇવે માર્ગ ઉપર હડમત ગામેથી પીકઅપ ડાલામાં ત્રણ ભેંસો ખીચોખીચ ભરી પસાર થઈ રહેલા બે ઈસમોને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેંજ તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા નાઓએ ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના કરેલ. જે અનુસંધાને જિલ્લામાં મૂંગા પશુઓ પ્રત્યે ક્રુરતા આચરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ. જે સુચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ ઝાલોદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી.રાઠવા નાઓના જરૂરી સુચના માર્ગદર્શન હેઠળ સુખસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.બી.ભરવાડ નાઓ તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન દુધાળા પશુઓની આડમાં કતલ કરવાના ઇરાદે ભેંસોની હેરાફેરી કરતા શખ્સો પશુઓ સાથે પસાર થનાર હોવાની હકીકતના આધારે કતલ કરવાના ઇરાદે પશુઓની હેરાફેરી કરતા આરોપીઓને પશુઓ સાથે ઝડપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સંતરામપુર તરફથી પીકઅપ ડાલામાં ભરેલ ભેસોને ટૂંકા દોરડાથી ક્રુરતા પૂર્વક બાંધેલા મળી આવતા પીકઅપ ગાડી નંબર GJ-35 T-3688 નો ચાલક ડ્રાઇવર મુસ્તાફ રહીમ દરવેશ, રહે.ગોધરા ભાગોળ રોડ, સંતરામપુર તથા નરેશભાઈ ગોવિંદભાઈ ડામોર રહે.નવી વસાહત ફળિયુ, કાદરી મસ્જિદ, સંતરામપુર તા.સંતરામપુર જી. મહીસાગર નાઓ પાસેથી પીકઅપ ડાલામાં ભરેલ કુલ ભેસ નંગ ત્રણ જેની કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- તથા પીકઅપ ડાલાની કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- લાખ મળી કુલ મુદ્દામાલની કિં.રૂ. ૨,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી તેઓની વિરુદ્ધમાં ધી પશુ ક્રુરતા અધિનિયમની કલમ – 1960 હેઠળ ગુનો દાખલ કરી પશુઓને ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપી ઝડપાયેલા બંને આરોપીઓની વિરુદ્ધમાં આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments