દાહોદ જિલ્લામાં ચૂંટણીના પડઘમ શરૂ દાહોદ લોકસભા સીટનું ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ના પ્રચાર અર્થે ભવ્ય વિજય વિશ્વાસ સંકલ્પ રેલીનું આયોજન થયું હતું.
19 – દાહોદ જિલ્લા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચારના ભાગ રૂપે ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શો દાહોદ ભાજપ કાર્યાલય કમલમ થી શરૂ કરાયો હતો. આ એક વિશાળ બાઈક અને કારની ભવ્ય રેલી દાહોદ કમલમ થી નીકળી અને છાપરી ગામે જિલ્લા સીટ જ્યાં જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાળા એ સ્વાગત કર્યું ત્યાંથી પછી બ્રિજ પાસે વોર્ડ નં. ૧ (એક) ના નગર સેવકોએ આ ભવ્ય રેલીનું સ્વાગત કર્યું પછી બસ સ્ટેશન થઈ સ્વામી વિવેકાનંદ ચોક, બિરસા મુંડા સર્કલ, માણેકચોક, ઠક્કર બાપા ચોક, આશીર્વાદ ચોક, APMC સર્કલ, APMC ગેટ નં.1 અને પડાવમાંથી પસાર થઈ હતી જ્યાં રેલી ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને ત્યાંથી સહકાર નગર થઈ દાહોદ જૂના ઈન્દોર રોડ ની બાજુના પ્લોટમાં રેલીનું સમાપન થયું હતું. અને ત્યાં સ્થળ ઉપર વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર એ કર્યું હતું. ત્યારબાદ દાહોદ ભાજપના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી ભવ્ય રેલી મારા રાજનીતિના ઇતિહાસમાં દાહોદમાં ક્યારેય નથી જોઈ એને હું આપ સર્વે નો આભાર માનું છું. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડએ જણાવ્યું કે 1947 પછી નીકળેલી આ રેલી રેલી નહિ પણ રેલો હતો.