Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદ19-દાહોદ લોકસભા મત વિસ્તારનાં ભાજપ દ્વારા તેમના સંસદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું નામાંકન...

19-દાહોદ લોકસભા મત વિસ્તારનાં ભાજપ દ્વારા તેમના સંસદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું નામાંકન પત્ર ભરવામાં આવ્યું

સામાન્ય લોકસભા ચૂંટણી – 2024 નાં પડઘમ વાગી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લાની લોકસભા સીટ ઉપર ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેના ભાગરૂપે તા.૧૫/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ રેલી અને વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ભવ્ય જનમેદની ઉમટી પડી હતી અને તા.૧૬/૦૫/૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ ખાતે ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના ૧૯ – દાહોદ લોકસભાના સાંસદ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું નામાંકન ભરવા માટે ભાજપ ની ઓફિસ કમલમ થી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, રામસિંહભાઈ રાઠવા, મીડિયા પ્રભારી તરુણ બારોટ, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો ભેગા મળી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેને ફોર્મ સોપ્યું હતું અને પોતાના નામાંકનની વિધિ પૂર્ણ કરી હતી.

આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ કેન્દ્રની મોદી સરકારનો ખુબ ખુબ આભાર માને છે, કેમકે કેન્દ્રના નેતૃત્વએ તેમના ઉપર ત્રીજી વખત ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરાવી છે તેમજ વધુમાં કહ્યું હતું કે દાહોદ જિલ્લાની મારી જનતા જે મને બે ટર્મથી સાંસદ બનાવી રહી છે અને તેમના આશીર્વાદ આપી રહી છે સાથે સાથે હું દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પણ આભાર માનું છું અને દાહોદ જિલ્લાના એક એક કાર્યકર્તાઓનો પણ હું આ પ્રસંગે આભાર માનું છું અને આવા સાથ અને સહકાર અને આશીર્વાદ મને જિલ્લામાંથી સતત મળતા રહે જેથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું જે સપનું છે તેમાં હું દાહોદને પણ આગળ વિકાસની કેડીએ કંડારી શકું અને આવનારા સમયમાં દાહોદને વધુને વધુ વિકાસની ગતિ આપી શકું આપણે સૌ આભારી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કે જેમને દાહોદ જિલ્લામાં વિકાસ અર્થે અત્યાર સુધી કુલ ₹ 43,000 કરોડ જેટલી રકમ ખર્ચી અને દાહોદને વિકાસના પંથે આગળ વધાર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments