૧૯ – દાહોદ લોકસભાના સાંસદ ઉમેદવાર જસવંતસિંહ ભાભોરની વિજય વિશ્વાસ રેલી દાહોદના ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવથી નીકળતા પૂર્વે સાંસદ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે નીલકંઠેશ્વર મહાદેવનું પૂજન કર્યું હતું અને ત્યાર પછી ત્યાંથી વિજય વિશ્વાસ રેલીનું પ્રસ્થાન થયું હતું. લોકોએ આ વિજય વિશ્વાસ રહેલીનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું. વોહરા સમાજ દ્વારા પણ સાંસદ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિજય વિશ્વાસ રેલી જ્યારે દેસાઈવાડ ખાતે પહોંચી ત્યારે દાહોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વિરલ દેસાઈ, કલ્પનાબેન દેસાઈ તથા હાલના પ્રમુખ નીરજ દેસાઈએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ રેલી જ્યારે એમ.જી. રોડ થઈ પુરબિયાવાડ ખાતે પહોંચી ત્યાં પૂરબિયાવાડના લોકોએ ભવ્ય આતિષબાજી અને પુષ્પવર્ષા થી સાંસદ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
દાહોદના નીલકંઠેશ્વર મહાદેવ થી નીકળેલ આ ભવ્ય વિજય વિશ્વાસ રેલી જ્યારે દાહોદના રાજમાર્ગો ઉપર પસાર થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ ચિંતામાં પડી હોય તેવું લાગી રહ્યું છે.