દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. જેમાં મતદાન એ માત્ર અધિકાર જ નથી, એક નાગરિક તરીકેની મહત્વની જવાબદારી પણ છે. આજનો દિવસ એટલે લોકશાહી પ્રત્યેની આપણી ફરજ નિભાવવાનો દિવસ. આજના દિવસને યાદગાર બનાવવા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોટમ્બી ગામ ખાતે લગ્ન કરવા જતા પહેલાં વરરાજા રાકેશભાઈ પર્વતભાઈ પરમારે મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદારી નોંધાવી હતી.
દાહોદના ધાનપુર તાલુકાના કોટમ્બી ગામ ખાતે લગ્ન કરવા જતા પહેલાં વરરાજાએ કર્યું મતદાન
RELATED ARTICLES