સંત કૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદમાં વર્ષોથી રામરોટી ભોજન ચલાવવામાં આવી રહ્યું છે. અને આ સેવા તેઓ નિઃશુલ્ક આપી રહ્યા છે. સંત કૃપા સત્સંગ પરિવાર દ્વારા વર્ષોથી સમાજ સેવાના અનેક કામો દાહોદમાં કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આ વખતે અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને તેઓ દ્વારા દાહોદનાં ગાંધી ચોક ખાતે નિ:શુલ્ક છાસ વિતરણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી છાશનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે અને અંદાજે રોજનાં 700 થી 800 લીટર છાશનું વિતરણ આ કેન્દ્ર ઉપરથી કરવામાં આવે છે. આ નિઃશુલ્ક છાશનું વિતરણ તા. 27 મે ના રોજથી શરૂ કરવામાં આવ્યું છે અને વરસાદ ના પડે ત્યાં સુધી છાસનું નિઃશુલ્ક વિતરણ ચાલુ રહેશે, તેવું સંત કૃપા સત્સંગ પરિવારના વહીવટ કરતા બાબુલાલભાઈ પંચાલે જણાવ્યું હતું અને આ નિઃશુલ્ક છાસ વિતરણ સેવામાં સંત કૃપા સત્સંગ પરિવારના સભ્યો પણ ઊભા રહીને પોતે સેવાનો લાભ લે છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે દાહોદમાં બહાર ગામથી આવતા લોકો તેમજ ગામના લોકો આ સેવાનો ખૂબ જ સારી રીતે લાભ લઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો લાભ લે તેવી ઈચ્છા તેમને વ્યક્ત કરી હતી.
Byte > > બાબુભાઈ પંચાલ > > વહીવટ કર્તા > > સંત કૃપા સત્સંગ પરિવાર દાહોદ