Wednesday, December 18, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટીયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ નગરની ૩ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ...

ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટીયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ નગરની ૩ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાયો

  • આંગણવાડી અને શાળાના પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કિટ વિતરણ કરાયા.
  • બાળકીઓને કુમકુમના પગલાં પડાવી શાળા પ્રવેશ અપાવ્યો

દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ‘ઉલ્લાસમય ઉજવણી’ થીમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અન્વયે ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટીયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ નગરની ત્રણ શાળાઓમાં મુવાડા કુમાર પ્રાથમિક શાળા, બિયામાળી પ્રાથમિક શાળા, શ્રી અંબાલાલ વ્યાસ ઉ.બુ વિધાલય ઝાલોદ ખાતે શાળા પરિવારના શિક્ષકો, આચાર્યોની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે બાળાઓને કુમકુમના પગલાં પડાવી શાળા પ્રવેશ અપાવ્યો હતો.

આ કાર્યક્રમને અનુલક્ષીને પ્રાંત અધિકારી એ.કે. ભાટિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. સરકાર જ્યારે આવા કાર્યક્રમ થકી શાળા પ્રવેશોત્સવને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ માટે યાદગાર બનાવે છે તો એક જાગૃત નાગરિક તરીકે આપણે ભણતરમાં ધ્યાન આપી દેશ સહિત સમાજના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવીએ એમ અનુરોધ કર્યો હતો. તેમણે વાલીઓને તથા શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓ અંગે જાગૃત બની તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને શાળાના પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. રમત ગમત, અભ્યાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાજયકક્ષાની પરિક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવેલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમ નિમિતે શાળા સ્ટાફ, સી.આર.સી., આઈ.સી.ડી.એસ. આંગણવાડી બહેનો, નગરપાલિકા પૂર્વ આપણે કાઉન્સિલરો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments