સમગ્ર ગુજરાત રાજ્યના ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોનું પ્રા.શાળામાં, બાલવાટિકા તેમજ ધોરણ-૧ માં અને ધો.-૮ પૂર્ણ કરી ધો. – ૯ માં ૧૦૦ % નામાંકન અને સ્થાયીકરણ થાય તથા ગુણવત્તાયુક્ત રીતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ થાય તે માટે આપણે સૌ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને અભિયાન સ્વરૂપે ઉજવી રહ્યા છે. જે અંતર્ગત દાહોદમાં પણ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ પર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ની ઉજવણી દાહોદ જિલ્લામાં હર્ષોલ્લાસ પૂર્વક કરવામાં આવી રહી છે. જે અન્વયે દાહોદ મામલતદાર મનોજ મિશ્રાની પ્રેરક ઉપસ્થિતિમાં વડબારા મુખ્ય પ્રાથમિક શાળા, કઠલા મુખ્ય પ્રાથમિક શાળા તેમજ ઈટાવા માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ નિમિતે મામલતદાર મનોજ મિશ્રાના વરદ્દ હસ્તે શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સપ્રેમ શાળા પ્રવેશ કરાવાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન ગામના અગ્રણીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શિક્ષકો તેમજ શાળાના બાળકો હાજર રહ્યા હતા.