Wednesday, October 30, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ખરજની માધ્યમિક શાળા રાહ ડુંગરી ખાતે...

દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ખરજની માધ્યમિક શાળા રાહ ડુંગરી ખાતે સિકલસેલ એનીમિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓને પી.પી.ટી. દ્વારા સિકલસેલ અંગેની વિગતવાર જાણકારી આપવામાં આવી

સિકલસેલ એક આનુવંશીક રોગ છે. સિકલસેલ રોગમાં ખામીયુક્ત રંગસુત્રો માતા-પિતામાંથી બાળકને વારસામાં મળે છે, આ રોગના કારણે સિકલસેલ દર્દીના જીવનમાં સામાન્ય કરતા વધારે તકલીફ પડતી હોય છે. આ રોગની ગંભીરતાને ધ્યાને લઈને દર્દીની તકલીફ દુર થાય અને આ રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તેવા ઉમદા હેતુથી દેશના વડાપ્રધાનના હસ્તે ૧૭ રાજયોમાં સિકલસેલ એનીમિયા નાબુદી મિશન ૨૦૪૭ કાર્યક્રમનો ગત વર્ષથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જેથી કરીને સિકલસેલ અંગેની જાગૃતિ તમામ ગામડાઓના લોકો સુધી પહોંચે તેમજ તેઓ તે પ્રત્યે સભાન થાય તેમજ સમાજમાં બદલાવ આવે તે ખુબ જ જરૂરી છે.

જે દરમ્યાન એનીમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ રાષ્ટ્રીય સિકલસેલ એનીમિયા નાબુદી મિશન ૨૦૪૭ અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને નોડલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ખરજની માધ્યમિક શાળા રાહ ડુંગરી ખાતે સિકલસેલ એનીમિયા વિષે શાળાના વિધાર્થીઓને ઓડિયો, વિડીયો, પેમ્પલેટ વગેરે દ્વારા સિકલસેલ એનીમિયાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.

આ બીમારીને આગળ વધતી અટકાવવા માટે કયા પગલાં લઇ શકાય તે માટેનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાં કાર્યરત એનિમિયા નિર્મુલન મિશન હેઠળ અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા સિકલસેલ રોગ પ્રત્યે સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તે માટે દાહોદની આરોગ્ય વિભાગની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહનો થકી પણ પ્રચાર – પ્રસારની સતત કામગીરી કરી રહી છે.

આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી, RBSK ટીમ, સી.એચ.ઓ., સિકલસેલ કાઉન્સેલર, એફ.એચ.ડબ્લ્યુ., એમ.પી.એચ.ડબ્લ્યુ., શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments