Thursday, December 26, 2024
Google search engine
HomeDahod - દાહોદહર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ...

હર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ધારાસભ્યો સહિત વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો

રાજ્યમાં શરૂ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્યો સહિત વરિષ્ઠ અધિકારીઓએ દાહોદમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને લોકોને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

આ અભિયાન વધુ વેગવંતુ બને અને નાગરિકો સ્વયંભૂ તેમાં જોડાય તેવા શુભ આશયથી પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય કનૈયાલાલ કીશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોર, જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા, નગર પાલિકા પ્રમુખ નિરજ દેસાઈ સહિતના અધિકારીઓએ દાહોદ તાલુકામાં વાહન ચાલકોને રાષ્ટ્રધ્વજ આપીને દેશની આન, બાન અને શાનના પ્રતિક સમાન તિરંગાને પોતાના ઘર પર લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં જોડાવવા અપીલ કરી હતી.

દેશના સ્વાભિમાન કહી શકાય તેવો તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે. આ અભિયાન અન્વયે પોતાના ઘર-ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે. ત્યારે દરેક નાગરીકોને પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ અવશ્ય ફરકાવવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments