Wednesday, October 30, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા અને જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની ઉપસ્થિતમાં ત્રિરંગા...

ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા અને જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની ઉપસ્થિતમાં ત્રિરંગા યાત્રા યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ ૮ મી થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા અભિયાન” અને “તિરંગા યાત્રા” યોજાઈ રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અબાલવૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર સહભાગી બની રહ્યા છે અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ફતેપુરા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે મામલતદાર કચેરી આગળથી તિરંગા યાત્રા નીકળેલ હતી. જે ફતેપુરા નગરમાં થઈને શ્રી આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમાં સમાપન થયેલ. જેમાં શાળાના બાળકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નાગરિકોએ હાથમાં તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિ અને એક અખંડ ભારતનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો.

નોંધનીય છે કે, જિલ્લાની તમામ શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશપ્રેમ વ્યક્ત કરતી અનેકવિધ પ્રવૃતિઓ થઈ રહી છે, જેને પગલે શહેર-જિલ્લાના બાળકો, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા છે. શાળાઓની પ્રેરણાથી ભૂલકાઓ બાળપણથી જ દેશભક્તિના પાઠ શીખી રહ્યા છે.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પારગી, તાલુકા વિકાસ અધિકારી બારીયા, SPCA સભ્ય, ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ દાહોદ જિલ્લા શબ્બીરભાઈ સુનેલવાલા પી.એસ.આઇ જી.બી.પરમાર તલાટી કમ મંત્રીઓ આંગણવાડીની બહેનો નર્સ બહેનો તબીબો સહિત તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ બાળકો વગેરે ગ્રામજનો એ તિરંગા યાત્રામાં જોડાયા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments