Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદવિભાજન વિભિષિકા અંતર્ગત ગોષ્ઠીનો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા...

વિભાજન વિભિષિકા અંતર્ગત ગોષ્ઠીનો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

આજે તા.14 ઓગસ્ટ બુધવારના રોજ વિભાજન વિભિષિકા અંતર્ગત ગોષ્ઠીનો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં એક વિશેષ ફિલ્મ પ્રદર્શની અને વક્તવ્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હિતેન્દ્ર પટેલએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસએ ત્તૃસ્ટિકરણનું રાજકારણ આઝાદી પહેલાથી કરતી રહી છે, અને માત્ર ને માત્ર સત્તાની લાલસા માટે અને પરિવારનું રાજ ચાલ્યા કરે તેના માટે દેશના હિતો અને લોકોના ભાવિને જોખમમાં મૂક્યા છે.

ભારતમાં આઝાદી પૂર્વથી વર્ષ 1915 થીજ કોંગ્રેસ અને કટ્ટર પંથી સંગઠન સાથે મળી ભારતના ભાગલા પાડી અલગ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની માંગ કરતા રહ્યા હતા અને અને આખરે 14મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી પૂર્વ અલગ રાષ્ટ્ર પાકિસ્તાન બન્યુ હતું અને તે દિવસે અને પછી જે કરુણાંતિકા ઓ સર્જાઈ હતી. તેનું દુઃખ તેની વેદનાઓ હજી પણ ત્યાંથી આવેલા લોકોના પરિવાર જનોના હૃદયમાં વસે છે અને તેની ચર્ચાઓ કરતા તેમનું હૃદય દ્રવી ઉઠે છે. પરંતુ આઝાદી પછીના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હોય કે ઇન્દિરા ગાંધી હોય, કે પછી રાજીવ ગાંધી. કોઈ વિભાજન ની વેદનાઓની કે કોઈ હકીકતોની ચર્ચા કરી નથી અને હકીકતથી લોકોને પણ વિમુખ રાખ્યા છે અને ઇતિહાસની હકીકતો છૂપાવી છે.

આઝાદીના ઇતિહાસ થી વિભાજનની કરૂણાંતિકા આવી ગોઝારી ઘટનાને “વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ” એટલે ભારતનું વિભાજન અને મોટી સંખ્યામાં માનવ વિસ્થાપન તેમજ બળજબરીથી સ્થળાંતરની પીડાદાયક ઘટના આ પ્રસંગે વિભાજનનાં કાળા અધ્યાયની યાદ સાથે એક ગોષ્ઠી નું આયોજન ગુજરાત ભાજપના પ્રદેશ સહ પ્રવકતા હિતેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તથા જિલ્લા પ્રમુખ આદરણીય શંકરભાઈ આમલિયર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહામંત્રી સ્નેહલ ધારિયા, નરેન્દ્ર સોની, નગર સેવા સદનના પ્રમુખ નીરજ દેસાઈ તથા જિલ્લા તાલુકાના અને શહેરના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિતીમાં યોજાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments