દાહોદ જિલ્લાના ફતેપુરામાં તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વ માધવા ગામમાં ફતેપુરા મામલતદાર એન.એસ. વસાવાના વરદ્દ હસ્તે ધ્વજ વંદન કરાયું. P.S.I.જી.બી. પરમાર તથા પોલીસ સ્ટાફ ગ્રામ્ય આગેવાનો તાલુકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ફતેપુરા પોલીસ સ્ટેશનમાં, જાગૃતિ કન્યા વિદ્યાલય, આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલ, ગ્રામ પંચાયત કચેરી, તેમજ ટચ ધ લાઈટ ઇંગલિશ એન્ડ ગુજરાતી મીડીયમ સ્કુલમાં પણ 78 મા સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
રિટાયર્ડ (ઓ.એસ.) રમણભાઈ પ્રજાપતિ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં રીટાયર્ડ આચાર્ય આર.સી. શાહ સાહેબ, પત્રકાર મિત્રો તેમજ મેડિકલ એસોસિએશન ના સભ્ય સચિનભાઈ તેમજ દાહોદ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી અને ટ્રસ્ટી અલ્કેશ આર. પ્રજાપતિ, ટ્રસ્ટી ભરતભાઈ પંચાલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા, આ પ્રસંગ દરમિયાન આર.સી. શાહ સાહેબે બાળકોના ભાવી ઘડતર માટે યોગ્ય સલાહ સૂચનો આપ્યા હતા.
દાહોદ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી અલ્કેશ આર. પ્રજાપતિએ શિક્ષક, વિદ્યાર્થી અને વાલી આ ત્રણેયનો સમન્વય શિક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. સાથે સાથે વિદ્યાર્થીઓએ ટેકનોલોજી સાથે સંલગ્ન રહી પોતાના ભાવીનું ઘડતર કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડશે એવું સૂચન કર્યું. વિનોદભાઈ પ્રજાપતિએ દેશમાં એકતા ખૂબ જ જરૂરી છે તે બાબતનો સૂચન પણ કર્યું. ટ્રસ્ટી ભરતભાઈ પંચાલે બાળકો ના ભાવિ માટે સૂચનો કર્યા હતા. તેમજ શાળા દ્વારા સમગ્ર ફતેપુરા ગ્રામમાં ભવ્ય રેલીનુ આયોજન કરી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સમગ્ર શાળાનુ વાતાવરણ દેશભક્તિમાં હર્ષોલ્લાસપૂર્વક જોવા મળ્યું. દરેક સ્કૂલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉજવાયા હતા.