દાહોદમાં નાની ખરજ, વર્ગ પ્રાથમિક શાળામાં NVBDCP પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ બાળકોને ગપ્પી અને ગાંબુચિયા માછલીનું પ્રદર્શન કરી IEC કરવામાં આવી તેમજ ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક કામગીરી વિશે બાળકોને સમજણ આપવામાં આવી અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા મચ્છરોના ઉત્પતિ સ્થાન તેમજ પોરાઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને સમાજમાં રોગ કઇ રીતે ફેલાય છે તે અંગે વિસ્તૃત સમજણ આપવામા આવી હતી.
ચોમાસામાં ઋતુજન્ય તેમજ વાહકજન્ય રોગ અને સ્વચ્છતા વિશે તેમજ આયર્ન ગોળી વિશે સમજણ પણ આપવામાં આવી હતી, જેમાં બાળકો, શાળાના આચાર્ય, સુપરવાઈઝર અને આરોગ્ય વર્કર ઉપસ્થિત રહ્યા હતા.