Wednesday, October 30, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા પર્વ પર્યુષણની ભવ્ય ઉજવણી કરવામાં આવી

દાહોદ શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા પર્વ પર્યુષણની ભવ્ય ઉજવણી કરવામાં આવી

દાહોદ શ્વેતામ્બર જૈન સંઘ દ્વારા દાહોદ જૈનોના પરમ પાવન અને પવિત્ર તહેવાર પર્વ પર્યુષણની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વપર્યુષણના પાવન દિવસોમાં પ્રથમ દિવસથી પૂજ્ય ગુરુ મહારાજ સમિતદર્ષના શ્રીજી મહારાજ સાહેબના વાખ્યાન અને પહેલા ત્રણ દિવસ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર ખાતે પૂજાનું આયોજન કર્યું હતું, ત્યાર પછી એકમના દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી કરી અને 14 સૂપન ઉતારવામાં આવ્યા હતા અને ભવ્ય શોભા યાત્રા નીકળી હતી ત્યાર પછી આજે દાહોદ મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 35 અઠ્ઠાઈ તપ અને એક મશક્ષમન તપની આરાધના કરનાર તપસ્વીઓની ભવ્ય શોભા યાત્રા દાહોદ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર થી વાજતે ગાજતે નાચતા કુદતા નીકળી હતી અને દાહોદના દોલતગંજ બજાર થી પડાવ થઈ શ્રી સિમંધર સ્વામી જૈન દેરાસર ઉપર પહોંચી હતી. જ્યાં દાદાની યાત્રાના શ્રાવિકાઓ દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતા. આજે સવારે શ્રી સંઘ દ્વારા પારણા અને ત્યાર પછી સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું અને તપસ્વીઓનું સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું

Byte – શોધનભાઈ શાહ પ્રમુખ દાહોદ શ્વેતામ્બર જૈન સંઘ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments