Wednesday, October 30, 2024
Google search engine
HomeSingvadસિંગવડ તાલુકાનાં શિક્ષણ જગતને શર્મશાર કરતા કિસ્સામાં તોયણી ગામની 6 વર્ષની બાળકીને...

સિંગવડ તાલુકાનાં શિક્ષણ જગતને શર્મશાર કરતા કિસ્સામાં તોયણી ગામની 6 વર્ષની બાળકીને શારીરિક અડપલાં કર્યા બાદ હત્યા મામલે પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ

ગઇ તા.૧૯/૦૯/૨૦૨૪ ના રોજ કલાક ૧૦/૦૦ થી કલાક ૧૭/૪૫ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે આ કામે મરણ જનાર બાળકી માસી તોયણી ગામે પ્રાથમિક શાળામા અભ્યાસ કરવા માટે ગયેલ અને સાંજ સુધી ઘરે પરત ફરેલ નહી જેથી તેના માતાપિતા તેમજ સગાસબંધીઓ દ્વારા બાળકી ની શોધખોળ હાથ ધરવામા આવેલ અને આ બાળકી શાળાના ઓરડાઓ અને કંપાઉન્ડ દિવાલની વચ્ચે બેભાન હાલતમા તેના પિતાને મળી આવતા તેને તાત્કાલીક સારવાર અર્થે પ્રથમ સિંગવડ સરકારી દવાખાને લઇ ગયેલ અને ત્યાથી ડોક્ટર દ્વારા રિફર કરતા લીમખેડા સરકારી દવાખાને લાવેલ જ્યા ફરજ પરના ડોક્ટરએ બાળકી મરણ ગયેલ હોવાની હકિકત જણાવેલ જે બાબતે મરણ જનારનુ ફોરેન્સીક પોસ્ટમોટમ ઝાયડસ હોસ્પીટલ દાહોદ ખાતે કરવામા આવતા મોતનુ કારણ તેણીનું મૃત્યુ શ્વાસ રૂંધી દેવાથી થયેલ હોવાનુ આપેલ હોય, જેથી બાળકીને કોઇ અજાણ્યા ઇસમે શ્વાસ રૂંધી દઇ મૃત્યુ નિપજાવી ગુન્હો કરેલ. જે બાબતે રણધિકપુર પો.સ્ટે.પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૮૨૧૦૦૧૨૪૦૮૭૭/૨૦૨૪ બી.એન.એસ.૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) મુજબનો ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરવામા આવેલ.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાવની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરાનાઓની સુચના હેઠળ પોલીસ અધિક્ષક  ડો.રાજદીપસિંહ ઝાલાનાઓએ તાત્કાલીક લીમખેડા સરકારી દવાખાને તેમજ ગુન્હાવાળી જગ્યાની સ્થળ વિઝીટ કરેલ અને આ ગુન્હો ડિટેકટ કરવા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.કંસારા લીમખેડા વિભાગ લીમખેડાની અધ્યક્ષતામા પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ગામેત એલ.સી.બી., તથા પો.ઇન્સ. એસ.જે.રાણા એસ.ઓ.જી., પો.ઇન્સ. એન.કે.ચૌધરી રણધીકપુર પો.સ્ટે., પો.ઇન્સ. એસ.વી.વસાવા લીમખેડા પો.સ્ટે., પો.ઇન્સ.એચ.એમ.રાદડીયા સંજેલી પો.સ્ટે.તથા પો.સબ.ઇન્સ. ડી.આર.બારૈયા તથા પો.સ.ઇ.એસ.જે.રાઠોડ તથા પો.સ.ઇ. આર.જે.ગામીત તથા પો.સ.ઇ. જી.બી.રાઠવા રણધીકપુર પો.સ્ટે.તથા પો.સ.ઇ. કે.સી.ઝાલા લીમખેડા પો.સ્ટે.તથા એલ.સી.બી. / એસ.ઓ.જી. તેમજ લીમખેડા ડિવિઝનના પુરુષ તેમજ મહીલા પોલીસ કર્મચારીઓની જુદી-જુદી ૧૦ (દસ) ટીમો બનાવેલ. જે દરેક ટીમોમા પોલીસ સ્ટેશનના ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસર (CWO) ને સાથે રાખી ગુન્હાના મુળ સુધી પહોંચી ગુન્હો શોધી કાઢવા સારુ જરુરી માર્ગદર્શન કરી આ બનાવની તપાસ કરવા અલગ અલગ દિશામા ચક્રો ગતિમાન કરેલ. તેમજ ગુન્હાવાળી જગ્યાની ફોરેન્સીક એક્સપર્ટ ટીમ તથા ફોરેન્સીક ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ ટીમો તેમજ ડૉગ સ્કોર્ડની ટીમ સ્થળ ઉપર બોલાવી ઝીણવટ પૂર્વક સ્થળ નિરીક્ષણ કરવા તજવીજ કરવામા આવી.

પોલીસ અધિક્ષક દ્વારા બનાવવામા આવેલ અલગ અલગ ટીમો દ્વારા બનાવ સ્થળ શાળામાં તેમજ બાળકીના ગામમા તપાસ હાથ ધરવામા આવેલ. જેમા પોલીસ સમક્ષ એવી હકિકત ધ્યાને આવેલ કે, મરણ જનાર બાળકીને છેલ્લે તેની  માતા દ્વારા શાળામા તેના પ્રિન્સીપાલની ગાડીમા શાળાએ મોકલવામા આવેલ. જેથી આ જ બાબતેની ઉંડાણ પૂર્વક વધુ તપાસ કરવા માટે પોલીસની અન્ય ટીમો દ્વારા આ બાળકીના વર્ગમાં સાથે ભણતા બાળકોની સાથે કુનેહપૂર્વક મિત્રતા કેળવી પુછપરછ કરતા એવુ ધ્યાન ઉપર આવેલ કે મરણ જનાર બાળકી શાળામા આવેલ જ નથી. જે બાબતેની ખાત્રી તેના વર્ગ શિક્ષક દ્વારા પણ કરવામા આવેલ, તેમજ શાળાના અલગ અલગ ધોરણોમા ભણતા ત્રીસ જેટલા બાળકોની કુનેહપૂર્વક પુછપરછ કરતા એવી હકિકત જણાયેલ કે શાળા છુટયા સુધીમાં મરણ જનાર બાળકી મળી આવેલ તે જગ્યાએ હતી જ નહી તેમજ તેની સ્કુલ બેગ તેમજ ચપ્પલ પણ વર્ગખંડની બહાર ન હતા. જેથી આ દિશામા વધુ તપાસ કરવા સારુ શિક્ષકો તેમજ શાળાની આસપાસમા રહેતા વિદ્યાર્થીઓની પુછપરછ કરતા શાળાના પ્રિન્સીપાલ તેમજ અન્ય શિક્ષકો સૌથી છેલ્લે ઘરે જવા નિકળેલ તેમજ એક વિદ્યાર્થી દ્વારા મરણ જનાર બાળકીને શાળા છુટયા બાદ પ્રિન્સીપાલની ગાડીમા સુતેલી જોયેલની હકિકત જાણવા મળેલ. જેના આધારે શાળાના પ્રિન્સીપાલ તેમજ અન્ય શિક્ષકોની પુછપરછ જુદી-જુદી ટીમો કરવામા આવેલ. જેમા પ્રિન્સીપાલની પુછપરછ કરતા પ્રથમ તેણે જણાવેલ કે બાળકીને હુ મારી ગાડીમા બેસાડીને શાળામા લાવેલ હતો, પરંતુ ત્યારબાદ તે મારી ગાડી માથી ઉતરી કંઇ બાજુ ગયેલ તેની મને ખબર નથી અને હુ મારી રોજીંદી કામગીરીમા લાગી ગયેલ અને શાળા છુટયા બાદ મારા ઘરે જતો રહેલ અને ઘરે પહોંચ્યા બાદ બાળકીના વર્ગ શિક્ષક દ્વારા બાળકી ગમુ થયેલાની મને જાણ થયેલ હતી. જે વાત ગળે ઉતરે તેમ ન હોય જેથી પ્રિન્સીપાલ ગોવીદભાઇ બાબુભાઇ નટ, રહે.તોરણી, સતોળ ફળીયા, તા.સીગવડ, જી.દાહોદ. ના મોબાઇલ ફોનનુ ટેકનિકલ એનાલીસીસ કરતા બાળકીને જે સ્થળેથી બેસાડેલ ત્યાથી શાળામા આવવા માટે લાગતા રોજીંદા સમય કરતા બનાવના દિવસે વધારે સમય લાગેલ તેમજ કોલ રેકોર્ડ આધારે પ્રિન્સીપાલને ઉંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે ભાંગી પડેલ અને પોતે તેની ગાડીમા બાળકીને બેસાડયા પછી બાળકી સાથે છેડછાડ તેમજ અડપલા કરતા બાળકી બુમાબૂમ કરવા લાગેલ જેથી મોઢુ દબાવી દેતા બાળકી બેભાન થઇ ગયેલ જેને પોતાની ગાડીની પાછળની સીટમા મકુી શાળામા લઇ આવેલ અને બાળકીને ગાડીમા લોક કરી મૂકી રાખેલ અને શાળા છુટયા બાદ પરત જતી વખતે પ્રિન્સીપાલ પોતાની જાતે બાળકીને શાળાના ઓરડા અને કંપાઉન્ડ દિવાલની વચ્ચે મૂકી આવેલ અને તેની સ્કુલ બેગ તથા ચપ્પલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધેલ. આમ બનાવના થોડાક જ કલાકોમાં આ મરણ જનાર બાળકીના હત્યારાને પોલીસે પકડી પાડેલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments