Friday, November 22, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરામાં અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

ફતેપુરામાં અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં અગ્રસેનજી મહારાજની જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન અગ્રવાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં નાના બાળકોથી લઈ વડીલોથી લઈ માતા બહેનો સર્વે લોકો ધંધા રોજગાર સ્વયંભૂ બંધ પાળી જોડાયા હતા. ફતેપુરા નગરમાં મેન બજાર, ઝાલોદ રોડ, પાછલો પ્લોટ વિગેરે જગ્યાઓ પર શોભાયાત્રા ફેરવવામાં આવી હતી અગ્રસેનજી મહારાજને બગી ઉપર તેમની પ્રતિભા ધારણ કરી અને લક્ષ્મીજી સ્વરૂપે નાની બાળકીને વેશ ધારણ કરી બગી તેમજ બેન્ડવાજા સાથે આખા ફતેપુરા નગરમાં ફેરવવામાં આવ્યા હતા. મહિલાઓ દ્વારા રાસ ગરબા રમતા રમતા આનંદવિભોર થઈ શોભાયાત્રામાં જોડાયા હતા.

અગ્રસેનજી મહારાજના વંશજ હાલમાં અગ્રવાલ સમાજ તરીકે ઓળખવામાં આવે છે. જેથી તેઓ દ્વારા અગ્રસેનજી મહારાજને તેમના પૂર્વજ તરીકે વધુ મહત્વતા આપવામાં આવે છે અને તે દિવસે સમગ્ર સમાજ સાથે મળી ભક્તિભાવ તેમજ સર્વે આનંદ લઇ ભંડારો કરી આખો સમાજ એકઠા થઈ પ્રસાદ ગ્રહણ કરેલ અને રામજી મંદિરે જઈ આ શોભાયાત્રા વિસર્જન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments