માં અંબાના પવિત્ર તહેવારની શરૂઆત થતા દાહોદ રામાનંદ પાર્કમાં ધામધૂમથી નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ ની થઈ શરૂઆત ગત વર્ષ કરતાં વધુ સુવિધાઓ અને સેકયૂરિટી સાથે કરી શરૂઆત
રામાનંદ પાર્ક દાહોદ ખાતે ગત રોજ નવરાત્રી પર્વનો શુભારંભ મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ શ્રી જગદીશદાસજી મહારાજની નિશ્રામાં દાહોદના લોકલાડીલા સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડાનાં લોકલાડીલા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તથા નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ નવરાત્રીના પહેલા દિવસે રામાનંદ પાર્કમાં આરતી તથા ગરબામાં ઉપસ્થિતી રહ્યા હતા અને લોકોએ પહેલા દિવસે પોતાની આસ્થાથી માતાજીના ગરબે ઝૂમ્યા હતા.
આ ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે અને મોટુ ગ્રાઉન્ડ હોવાથી નવરાત્રિમાં અહીંયા ગરબા રમવા માટે ખેલૈયાઓનો ખૂબ જમાવડો થાય છે. જેમ જેમ દિવસ આગળ જશે તેમ દાહોદના રામજી મહારાજ ટ્રસ્ટના પટાંગણ રામાનંદ પાર્કમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ જામશે .
Byte: – મહંત મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ, દાહોદ.