રાષ્ટ્ર સેવિકા સમિતિ, દાહોદ જિલ્લા દ્વારા આજે દાહોદ નગરના મુખ્ય માર્ગો ઉપર વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં શક્તિની ઉપાસનાનું પર્વ એટલે વિજયાદશમી. સમાજમાં દુષ્ટ તાકાતનું મર્દન થાય અને સમાજમાં સ્ત્રીઓનું મનોબળ-સન્માન-શક્તિ વધે તેવા સંદેશ સાથે સમગ્ર દાહોદ જિલ્લામાંથી 150 થી વધુ રાષ્ટ્ર સેવિકા સમિતિ, દાહોદ જિલ્લાની સેવિકા બહેનો દ્વારા ગણવેશમાં ઘોષ વાદ્યો સાથે બપોરે 3:30 વાગ્યે દાહોદ નગરના મુખ્ય માર્ગો પર અનુશાસન બદ્ધ રીતે પથ સંચલન કરવામાં આવ્યું. આ પથ સંચલન પ્રસંગ હોલ-ટોપી હોલ થી પ્રારંભ થઈ ગોવિંદ નગર ચોક થી માણેકચોક, નગરપાલિકા થી દોલતગંજ બજાર થઈ એપીએમસી સર્કલ થઈને પ્રસંગ હોલ પરત ફર્યા હતાં. દાહોદ નગરના માર્ગો ઉપર ઠેર ઠેર નગરવાસીઓ દ્વારા આ પથ સંચાલનના ભાગવા ધ્વજનું સ્વાગત કરવામાં આવ્યું.આ આ પથ સંચાલન બાદ વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં તમામ સેવિકા બહેનો ઉપરાંત નગરમાંથી આમંત્રિત ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. જેમાં ઉત્સવને અનુરૂપ કાર્યક્રમના વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પંચમહાલ વિભાગના સહકાર્યવાહ રણવીરસિંહ બારીયાએ કહ્યું કે, વિજયાદશમીના દિવસે જ રાષ્ટ્ર સેવિકા સમિતિ સ્થાપના થઈ હતી, ત્યારે સંગઠનના ઉદ્દેશ્યને યાદ કરી સ્ત્રી શક્તિ એ આ રાષ્ટ્રની આધારશિલા છે. આ રાષ્ટ્ર માટે વિચાર કરનાર એવા હિન્દુ સમાજને સંગઠિત કરી વિશ્વનું કલ્યાણ કરવાની ભાવના સાથે રાષ્ટ્ર જાગરણના કામમાં સ્ત્રી શક્તિની મહત્વની ભૂમિકા રહેલી છે ત્યારે વધુમાં વધુ સમય આપીને જિલ્લામાં છેવાડાના વિસ્તાર સુધી રાષ્ટ્ર સેવિકા સમિતિનું કામ પહોંચે અને ભારતમાતાની જય કરવા માટે સામૂહિક રીતે કામ કરવા કટિબદ્ધ થાય તેવો સંકલ્પ લેવાની વાત કરવા આવી. કાર્યક્રમને અંતે રાષ્ટ્ર સેવિકા સમિતિ, દાહોદ જિલ્લાના જિલ્લા કાર્યવાહીકા સોનાબેન સોની દ્વારા આભાર વિધિ કરવામાં આવી.
રાષ્ટ્ર સેવિકા સમિતિ, દાહોદ જિલ્લા દ્વારા આજે દાહોદ નગરના મુખ્ય માર્ગો ઉપર વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો
RELATED ARTICLES