સમગ્ર દેશની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેત પેદાશોનું નિરીક્ષણ કર્યું.
સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતો જયારે રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવતને સમજીને પ્રાકૃતિક ખેતી અપનાવવા કટીબદ્ધ થયા છે ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ છેવાડે આવેલો દાહોદ જિલ્લો પણ એમાંથી બાકાત રહ્યો નથી. દાહોદ જિલ્લામાં પણ અનેકો ખેડૂતોએ રાસાયણિક ખેતીને પડતી મૂકીને પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. દાહોદના પ્રગતિશીલ ખેડૂતો માનસિંહ ડામોર તેમજ ભરતસિંહ ખપેડએ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે યોજવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે પકવેલ અનાજ, શાકભાજી તેમજ ફળોને પ્રદર્શનમાં મુક્યા હતા. સમગ્ર દેશની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓએ ઉપસ્થિત રહી ત્યાં ઊભા કરવામાં આવેલ દૂર – સુદુરથી આવેલ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ મુકેલ વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશોનું નિરીક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચ શૂન્ય થઇ જતાં બચત સાથે આવકમાં પણ વધારો થયો છે. દાહોદ જિલ્લાના મોટાભાગના ખેડૂતો હવે રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પરિણામ સ્વરૂપ પ્રાકૃતિક ખેતીના કારણે તેમની જમીન વધુ ફળદ્રુપ બની છે, ખેતીના ખર્ચમાં ઘટાડો થતાં આવકમાં વધારો થયો છે. તેઓ મુખ્યત્વે સીઝનલ પાકની સાથે, ફાળો તેમજ શાકભાજીની ખેતી કરી રહ્યા છે.
પ્રગતિશીલ ખેડૂતોનો અનુભવ જણાવે છે કે, રાસાયણિક ખેતી કરવાથી જમીન, પાક, પર્યાવરણ અને મનુષ્ય સહિત અનેક જીવોને થતું લાંબા ગાળાનું નુકસાન અટકાવી શકાય છે. ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયત્નો થકી તેઓ પ્રાકૃતિક ખેતી વિશે જોઈતી માહિતી મેળવીને આજે એક સંતોષ નજક પડાવ પર આવીને ઊભા છે.
પ્રાકૃતિક ખેતી કરવાથી ખાતર અને દવાનો ખર્ચની બાદબાકી થતાં બચત અને આવકમાં વધારો થયો છે. જરૂરી ખાતર અને દવા પ્રાકૃતિક રીતે જાતે જ બનાવી લેતા હોવાથી એનો પણ કોઈ ખર્ચ આવતો નથી. જેથી કરીને રસાયણ યુક્ત ખાતર કે બિયારણ ના નહીવત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધી, જમીનમાં સુધાર વધ્યો, અળસીયાનો જમીનમાં વસવાટ વધ્યો, જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, પાકનું ઉત્પાદન વધ્યું, પાકની ગુણવત્તા વધતા માંગ સાથે આવક વધી આમ, અનેકો પ્રકારના હકારાત્મક પાસા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા તરફ વાળી રહ્યા છે.