Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના વડબારા ગામેથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટના કટ્ટા સાથે આરોપીને...

દાહોદ જિલ્લાના વડબારા ગામેથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટના કટ્ટા સાથે આરોપીને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મળેલ સફળતા

કતવારા પો.સ્ટે.વિસ્તારમાં નવાગામ ચાર રસ્તા ઉપર સાલાપાડા ગામેથી પરત ફરતી જાનૈયાઓની ગાડી રોકી ગાડીમાં બેસેલ દુલ્હનના અપનયનના ગંભીર પ્રકારના ચર્ચાસ્પદ ગુન્હાને અંજામ આપનાર સહ આરોપીને વડબારા ગામેથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટના કટ્ટા સાથે આરોપીને ઝડપી પાડી હથિયાર ધારાનો કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરાનાઓની સીધી સુચના હેઠળ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપ સિંહ ઝાલા દાહોદનાઓએ જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા સારૂ તેમજ મધ્યપ્રદેશ બોર્ડર અને રાજસ્થાન બોર્ડર ઉપરથી પ્રવેશતા છુપા માર્ગો ઉપરથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા તેમજ હથિયારના કેસો શોધી કાઢવા સારૂ એલ.સી.બી.દાહોદને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.

જે અનુસંધાને એલ.સી.બી. ની ટીમ અગાઉ ગેરકાયદેસર હથિયારના ગુનામા ઝડપાયેલ આરોપીઓ ઉપર તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓની ગતિવિધી ઉપર માહિતી મેળવવા માટે સતત કાર્યરત હતી. તે દરમ્યાન એલ.સી.બી. પી.આઇ. એસ.એમ. ગામેતીનાઓની સુચના મુજબ ગઈકાલ એલ.સી.બી.પો.સ.ઈ. આર.જે.ગામીત તથા પો.સ.ઈ. ડી.આર. બારૈયા તથા પો.સ.ઈ. એસ.જે. રાઠોડ તથા એલ.સી.બી. ની ટીમ જિલ્લામા કાર્યરત હતી દરમ્યાન પો.ઈન્સ. એલ.સી.બી. નાઓને બાતમી હકિકત મળેલ કે, દાહોદથી ઇન્દાર તરફ જતા રસ્તા ઉપર આવેલ વડબારા ગામ બસ સ્ટેશનમા એક ઇસમ ગેર કાયદેસર રીતે હથિયાર લઇને બેસેલ છે. જે આધારે વ્યુહાત્મક રીતે વોચ ગોઠવી ઝડપી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો કબ્જે કરી તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ.

આ ગુનામાં પકડાયેલ આરોપી સરસા કે જેનું નામ નિલેશભાઈ S/o. લોબાનભાઈ ઝીથરાભાઈ જાતે.ભાભોર ઉવ.૨૩ ધંધો.ખેતી રહે.ગુંદીખેડા ભાભોર ફળીયું તા.જી.દાહોદ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમાં દેશી હાથ બનાવટનો કક્કો (અગ્નિશસ્ત્ર) નંગ-૦૧ કિ.રૂ.૨,૦૦૦/-નો મુદ્દામાલ રિકવર કરી સારી કામગીરી કરનાર અધિ/કર્મચારીઓમાં (૧) પો.ઈન્સ એસ.એમ.ગામેતી એલ.સી.બી.દાહોદ (૨) પો.સ.ઈ. આર.જે.ગામીત (૩) પો.સ.ઈ. ડી.આર.બારૈયા (૪)પો.સ.ઈ. એસ.જે.રાઠોડ (૫) ASI કરણભાઈ બચુભાઈ (૬) ASI રવિન્દ્રસિંહ નરેન્દ્રસિંહ (૭) HC રિકેશભાઈ ચીમનભાઈ (૮) HC ઇન્દ્રજીત ભગવતસિંહ (૯)PC મિલનસિંહ વનરાજસિંહ (૧૦) PC ભરતજી મેતાજી (૧૧)PC અંકુરકુમાર બાબુભાઇ તમામ એલ.સી.બી.દાહોદના કર્મચારીઓ દ્વારા કતવારા પો.સ્ટે.વિસ્તારમા નવાગામ ચાર રસ્તા ઉપર સાલાપાડા ગામેથી પરત ફરતી જાનૈયાઓની ગાડી રોકી ગાડીમાં બેસેલ દુલ્હનના અપનયનના ગંભીર પ્રકારના ચર્ચાસ્પદ ગુન્હાને અંજામ આપનાર સહ આરોપીને વડબારા ગામેથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટના કટ્ટા સાથે આરોપીને ઝડપી પાડી હથિયાર ધારાનો કેસ શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments