ઉજ્જૈન જીલ્લાના, લોહાના (પોસ્ટ) વિસ્તારમાં રહેતા દોઢ વર્ષની બાળકીને લાંબા સમયથી પેટમાં મોટી ગાંઠની તકલીફ હતી. જેના માટે દર્દીના માતા- પિતાએ મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલોમાં બતાવતા સંતોષકારક સારવાર ન મળતા દાહોદની ઝાયડસ હોસ્પિટલના સર્જીકલ વિભાગમાં બતાવ્યું હતું. દર્દીને દાખલ કરી બધી તપાસ કરાવતા માલુમ પડ્યું કે બાળકીને પેટમાં ડાબી કિડનીની મોટી ગાંઠ છે. જેને મેડિકલ ભાષામાં વિલ્મસ ટ્યુમર કહેવાય છે. જે પાંચ વર્ષથી નાના બાળકોમાં ભાગ્યે જ જોવા મળે છે. જે અંદાજિત ૧૦ x ૮ cm મોટી હતી. બધા રિપોર્ટ્સ કરાવતા માલુમ પડ્યું કે આ ગાંઠએ કીડની ના કેન્સરની ગાંઠ છે જે અત્યંત જોખમી ગણાય છે ભાગ્યે જ જોવા મળતી કિડનીના કેન્સરની આ ગાંઠ છે, જેનું ઓપરેશન અત્યંત જોખમ વાળું હોય છે. છતાં બાળકીનો જીવ બચાવવા માટે ઝાયડસ હોસ્પિટલમાં તેનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કરીને બાળકીના પેટમાંથી ૧૦ x ૮ cm. સાઈઝ અને અંદાજિત ૧.૫ કિલોની કિડની બહાર કાઢવામાં આવી હતી. જેને મેડિકલ ભાષામાં ‘ઓપન નેફરેકટોમી’ કહેવામાં આવે છે. આ ઓપરેશનમાં ઝાયડસ હોસ્પિટલના સર્જરી વિભાગની ટીમ ડો. સુનિલ પટેલ, ડો. કમલેશ ગોહિલ, ડો.રાહુલ પરમાર, ડો.શિવાંગી ડાંગી તથા એનેસ્થેટિક ડો. અદિતિ અને ટીમનો સફળ ફાળો રહ્યો હતો.
HomeDahod - દાહોદદાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ઉજ્જૈન જિલ્લાના લોહાણા (પોસ્ટ) વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકીના...