પંચમહાલ રેંજના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા ડો. રાજદીપસિંહ ઝાલા પોલીસ અધિક્ષક નાઓએ નસીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબૂદ થાય તેમ જ તેની હેરાફેરી અટકાવવા તથા યુવા ધનમાં નસીલા પદાર્થો વધતા જતા ઉપયોગને રોકવા સૂચનાઓ આપેલ જે અનુસંધાને S.O.G. શાખાના P.I. એસ.જે. રાણા તેમજ P.S.I. એન.એમ. રામી તથા P.S.I. એમ.એમ. માળી નાઓના માર્ગદર્શન હેઠળ S.O.G. શાખાના કર્મચારીઓ આ દિશામાં કાર્યરત હતા, તે દરમિયાન અ.પો.કો. જીતેન્દ્રભાઈ સુબાભાઈ S.O.G. શાખા દાહોદનાઓએ તેઓના અંગત બાદમીદાર થી મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિમર ગામના ઠુંઠા ફળિયામાં રહેતા મનહરભાઈ દલસિંગભાઈ જાતે બારીયા નાઓના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જેની ડ્રોન કેમેરાની મદદથી ચેક કરતા મનહરભાઈ બારીયા ના ઘરના પાસેના ખેતરમાં તુવેરની આડમાં ગાંજા નું વાવેતર કરેલ ખેતર શોધી કાઢવામાં સફળતા મળેલ છે. જે બાતમીની ખરાઈ થતાં બાતમી વાળી જગ્યાએ રેઈડ કરવા વર્કઆઉટ કરી S.O.G. ના કર્મચારીઓ તથા પંચો સાથે રેઈડ કરતા બાતમી હકીકત વાળો ઈસમ મનહરભાઈ દલસિંગભાઈ જાતે બારીયા રહે.સિંગોડ ઠુંંઢા ફળિયા તાલુકા દેવગઢ બારિયા જિલ્લા દાહોદના હાજર મળી આવતા તેને સાથે રાખી તેના ખેતર અને ઝડતી કરતાં તેના ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલાછોડ નંગ – ૨૧૬ કિં.રૂ.૧૩,૫૧,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ. જેથી FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થના લીલાછોડનું પરીક્ષણ કરતા તે છોડ ગાંજાના છોડ હોવાનો સકારાત્મક પ્રમાણપત્ર આપવામાં આવેલ જેથી ઉપરોક્ત મુદ્દામાલ કબજે લઈ સદર આરોપીની અટક કરી તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પો. સ્ટે. વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી સિંગોર ગામના ઠૂંડા ફળિયામાં આવેલ ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ – ૨૧૬ કુલ વજન ૧૩૫.૧૫૦ કિલોગ્રામના કુલ કિ. રૂ. ૧૩,૫૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પડતી દાહોદ S.O.G.
RELATED ARTICLES