NewsTok24 – Sabir Bhabhor – Fatepura
ફતેપુરા તાલુકામા થયેલ 2 લુંટ કેસના આરોપી ઝડપાયા.
– પોતાના મામાના જ ઘરે લુંટ ચલાવી હતી.
– 2 જગ્યા એ કુલ રુપીયા 82000/- ની લુટ.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.09/09/2015 ના રોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે રહેતા હાલાભાઈ લાલુભાઈ બારીયા ના ઘરે રાત્રી ના સમયે 10 થી 12 લુંટારુ ઓ ત્રાટકી પરીવાર ને બાનમા લઈ તેમના બન્ને ઘરમા રાખી મુકેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રુપીયા 43500 ની લુંટ ચલાવી હતી જે અંગે હાલાભાઈ એ ફતેપુરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ફતેપુરા પો.સ.ઈ. પી.ડી.દરજી એ તપાસ નો દોર લંબાવતા કોલ ડીટેઇલ તેમજ બાતમીના આધારે તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવી રાજસ્થાનના ભુંગાપુરા ગામના રહેવાસી ફરીયાદી ના ભાણેજ શંકરભાઈ હવલાભાઈ ગરાસીયા ને રાત્રીના સમયે તેના ઘરેથી ઝડપી લઈ પુછપરછ કરતા ફતેપુરા તાલુકાના વડવાસ ગામના રહેવાસી લાલાભાઈ ગરવાળ તેમજ પીન્ટુ ગરાસીયાનુ નામ ખુલવા પામતા લાલાભાઈ ગરવાળને પણ ઝડપી પાડયો હતો.
જયારે પુછપરછ કરતા ઉપરોકત આરોપી પૈકી પીન્ટુ બરજોડએ આ લુંટના અઠવાડીયા પછી જ તા.18-09-2015 ના રોજ ગઢરા ગામે રહેતા શૈલેષભાઈ કમજીભાઈ પારગી ના ઘરે રાત્રીના સમયે સોના ચાંદીના દાગીના જેની કિંમત રુપીયા 38500 ની લુંટ ચલાવી હતી તેનો પણ ભેદ ખુલવા પામ્યો હતો. જયારે આ બન્ને લુંટમા આરોપીઓએ દાહોદના ગરબાડા વિસ્તારના ધાડપાડુઓને બોલાવી લુંટ કરાવડાવી હોવાનુ ખુલવા પામ્યુ છે. હાલમા બે આરોપીઓની ધરપકડ કરી કસ્ટડીમા રાખી અન્ય આરોપીઓને તથા લુંટમા વપરાયેલ મેકસ ગાડીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આમ ફતેપુરા પોલીસે ટુંકાગાળામા એકસાથે બે લુંટના ભેદ ઉકેલવામા સફળતા મેળવેલ હતી.