NILKANTH VASUKIYA VIRAMGAM
-તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે જેસ્ટેશનલ ડાયાબીટીસની ટ્રેનીંગ આપવામાં આવી
-ડાયાબીટીસ એ એક બિનચેપી અને લાંબા સમયગાળાનો રોગ છે.
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનોને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ)ની તાલીમ આપવામાં આવી હતી. ગર્ભાવસ્થા ની શરૂઆતમાં કે ગર્ભાવસ્થા દરમ્યાન નિદાન થયેલ ડાયાબીટીસને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) કહેવામાં આવે છે. આ તાલીમમાં અમદાવાદ એલ.જી. હોસ્પીટલ પી.એસ.એમ. વિભાગના ડો.શ્રધ્ધા પટેલ, ડો.પ્રણીકા મોદી, કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, એસ.એલ.ભગોરા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
અમદાવાદ એલ.જી. હોસ્પીટલ પી.એસ.એમ. વિભાગના ડો.શ્રધ્ધા પટેલે જણાવ્યુ હતુ કે, ડાયાબીટીસ એ એક બિનચેપી અને લાંબા સમયગાળાનો રોગ છે. જ્યારે સ્વાદુપિંડ પુરતુ ઇન્સ્યુલીન પેદા કરતુ ન હોય અથવા જ્યારે શરીર અસરકારક રીતે ઇન્સ્યુલીન પેદા કરે છે. ઇન્સ્યુલીન એ એવો અંતસ્ત્રાવ છે કે જે લોહીમાં શર્કરાનું નિયમન કરે છે. ડાયાબીટીસની સૌથી પહેલી વખત જાણ ૬૦ ટકા કેસમાં આકસ્મિક સંજોગોમાં થાય છે. ગર્ભાવસ્થાની શરૂઆતમાં કે ગર્ભાવસ્થા દરમ્યાન નિદાન થયેલ ડાયાબીટીસને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) કહેવામાં આવે છે. કોઇ પણ સગર્ભા માતાને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) થઇ શકે છે. વિશ્વમાં ૧૦ ગર્ભાવસ્થામાંથી એક ડાયાબીટીસ સાથે સંકળાયેલ છે, જેમાંથી ૯૦ ટકા જીડીએમ હોઇ શકે છે. ભારતમાં જીડીએમનો દર ૧૦ થી ૧૪.૩ ટકા હોવાનો અંદાજ છે. મેદસ્વી, કોટુંબમાં ડાયાબીટીસ હોય, અગાઉની ગર્ભાવસ્થામાં ડાયાબીટીસ થયો હોય, ગર્ભાવસ્થામાં વધુ વજન વધે, ઉંચાઇ ઓછી હોય, પોલી સિસ્ટીક ઓવરી સિન્ડ્રોમ હોય, પ્રિ-એક્લેમ્પશિઆ ની તકલીફ હોય જેવા લક્ષણો ધાવતી માતાઓને જેસ્ટેશનલ ડાયાબીટીસ થવાની વધુ શક્યતાઓ રહેલી છે. જીડીએમવાળી સગર્ભા સ્ત્રીઓએ સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટરની સલાહ સરવાર લેવી જોઇએ. દર ત્રણ મહિને સોનોગ્રાફિથી ગર્ભના વિકાસ અને ગર્ભાશયમાં પાણીની તપાસ કરાવવી જોઇએ. જેસ્ટેશનલ ડાયાબીટીસ વાળી સગર્ભા માતાઓએ સરકારી દવાખાનામાં પ્રસુતિ કરાવવી જોઇએ.