NILKANTH VASUKIYA VIRAMGAM
– પ્રથમ તબક્કા અંતર્ગત અમદાવાદ જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ૧૬૯૦૯૯૯ વ્યક્તિઓનો કરવામાં આવ્યો હતો
– અમદાવાદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લામાં ૧૩૧૬૭ મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો.
વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કામાં કરવામાં આવેલ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સના કારણે અમદાવાદ જિલ્લામાં મેલેરીયા-ડેન્ગ્યુના પ્રમાણમાં ઘટાડો નોંધાયેલ છે પરંતુ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવામાં ન આવે તો મેલેરીયા અને ડેન્ગ્યુના કેસોનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. સમગ્ર પરીસ્થિતીને ધ્યાને લેતા વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ પ્રવૃતિ ઝુંબેશરૂપે બીજા તબક્કાની હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો ૨૬ સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામાં આવેલ છે. અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ધરે ઘરે જઇને સર્વેલન્સ કરવામાં આવશે. આ સર્વેલન્સ કામગીરીનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકીયા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા દ્વારા સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.
અમદાવાદ જિલ્લાના જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬થી મેલેરીયા ઉન્મુર્લન અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યને મેલેરીયા ઉન્મુર્લન માટેનો લક્ષાંક વર્ષ ૨૦૨૪ સુધીમાં હાંસલ કરવા સુચન કરેલ છે. વાહકજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણની કામગીરીને રાષ્ટ્રીયકક્ષાએ અગ્રીમતા આપવામાં આવી રહેલ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેલેરીયાનું પ્રમાણ ઘટેલ છે પરંતુ તેની નાબુદી માટે સઘન પ્રયત્નો જરૂરી છે. વરસાદની સીઝન પછી મચ્છરોની ઉત્પત્તિ ન અટકાવવામાં આવે તો આગામી સમયમાં મેલેરીયા અને ડેન્ગ્યુના કેસોનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે. આમ સમગ્ર પરીસ્થિતીને ધ્યાને લેતા રાજ્યમાં ઓગસ્ટ થી ઓક્ટોબર ૨૦૧૬ દરમ્યાન બે રાઉન્ડમાં રોગ નિયંત્રણ પ્રવૃતિનું ઝુંબેશરૂપે અમલીકરણ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે. પ્રથમ રાઉન્ડ અંતર્ગત વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં ૨૯/૦૮/૧૬ થી ૦૩/૦૯/૧૬ સુધી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ કામગારી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં અમદાવાદ જિલ્લાના ૩૧૦૮૩૮ ઘરોમાં ૧૬૯૦૯૯૯ લોકોનોસર્વે કરવામાં આવેલ હતો. ૧૧૬૧૮૬૦ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૯૬૬૬૧૨ મચ્છર ઉત્પત્તિમાં પારોનાશક દવા નાખવામાં આવી તથા ૧૩૧૬૭ મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો.