NILKANTH VASUKIYA – SURENDRANAGAR
બાબુભાઇ કાનજીભાઇ વાસુકીયા (વાસુકીયા પરીવાર) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા ગામમાં શ્રી ચામુંડા માતાજી તથા શ્રી મહાકાળી માતાજીનો નવરંગો માંડવો તથા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. અનેક સંતો – મહંતો, રાવળ સમાજના જ્ઞાતીજનોની ઉપસ્થીતીમાં માતાજીના માંડવાની થાંભલી રોપવામાં આવી હતી. ચન્દ્રકાન્તભાઇ દવે દ્વારા નવચંડી યજ્ઞ કરાવવામાં આવ્યો અને સાંજે શ્રીફળ હોમવામાં આવ્યુ હતુ. ઉપસ્થિત લોકોએ માતાજીનો મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ ઉપરાંત શ્રી ચામુંડા માતાજી તથા શ્રી મહાકાળી માતાજીના મઢમાં નીલકંઠભાઇ વાસુકીયાના પુત્ર ભાર્ગવ તથા શિવાંશના કર (ચૌલક્રિયા) કરવામાં આવી હતી. વાસુકીયા પરીવારના આંગણે રાવળ સમાજના ખ્યાતનામ કલાકારો દ્વારા માંડવા નિમીત્તે ડાક – ડમરૂના ભવ્ય કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં શુભ પ્રસંગે તુલસીદાસ બાપુ (નર્મદા), ખોડીયાર મંદિર બરવાળાના શ્રી દિલુરામ બાપુ, ધોળકાના શ્રી અમૃતદાસ બાપુ, નીલકંઠ માહદેવના બળદેવગીરી બાપુ સહિતના અનેક સંતો – મહંતોએ ઉપસ્થિત રહીને આશિર્વાદ આપ્યા હતા. વાસુકીયા પરીવારના ધનજીભાઇ વાસુકીયા, ગૌરવભાઇ વાસુકીયા, હરેશભાઇ વાસુકીયા દ્વારા ઉપસ્થિત સંતો – મહંતો તથા રાવળ સમાજના આગેવાનોનું શાલ ઓઢાડી, ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં રાવળ સમાજ ઉપસ્થીત રહ્યો હતો