ALPESH TRIVEDI- DHORAJI
ધોરાજી માં ગન્દકીએ મઝા મૂકી ઠેરઠેર ખડકાયા ગન્દકીના ગંજ
તાત્કાલિક ધોરણે ખાતર ઉપાડવાનું કામ શરૂ કરો.
ફૈયાઝ બાસમતવાળા ખાતર શાખાના ચેરમેન જવાબદારીના નિભાવિ શકતા હોઈ તો ચેરમેન પદથી રાજીનામુ આપે ફૈયાઝ બસમતવાળા ધોરાજીમાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે ધોરાજીમાં ઠેર ઠેર ગન્દકીના ગંજ જોવા મળી રહ્યા છે.
જાણવા મળતી પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ છે પણ તંત્ર કોઈ જાતની યોગ્ય તકેદારી નથી કરતું અને હાલ છેલ્લા ઘણા સમયથી ખાતર શાખાના ચેરમેન ધોરાજીમાંથી ચાલ્યા ગયા છે લોકો જયારે ખાતર બાબતની ફરિયાદ માટે ટેલિફોનિક સમ્પર્ક કરવામાં આવેતો તેઓનું ફોન સતત ૨ માસ જેટલા સમયથી નો રીપ્લાય આવી રહ્યો છે અને ખાતર શાખાના ચેરમેનની ધોરાજી ખાતેની સૂચક ગેરહાજરીથી ખાતર નિયમિત ન ઊપડતું હોવાની પણ બૂમ ઉઠી છે અને શહેરમાં ધાર્મિક સ્થળો પાસે દરોજ ગટરો ઉભરાઈ છે અને લોકોને ગટરના ગન્દા પાણીમાં ચાલી અને ધાર્મિક સ્થાનોમાં જવું પડે છે
ધોરાજી ની પરિસ્થિતિ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સ્વછ ભારત અભિયાનનું ધોરાજી નગરપાલિકાના સત્તાધીસો દ્વારા સુરસુરિયું કરવામાં આવી રહ્યું હોઈ તેવું સાબિતી આ ગંદકી અને કચરાના ગંજથી સાબિત થઇ રહ્યું છે