Friday, May 9, 2025
Google search engine
HomeViramgam - વિરમગામપતંજલિ યોગસમિતિની તાલુકા/જિલ્લા મથકે બેઠકોનું આયોજન : વિરમગામ ખાતે બેઠકમા પતંજલિ યોગસમિતિના...

પતંજલિ યોગસમિતિની તાલુકા/જિલ્લા મથકે બેઠકોનું આયોજન : વિરમગામ ખાતે બેઠકમા પતંજલિ યોગસમિતિના મુખ્ય કેન્દ્રીય પ્રભારી રાકેશજી આર્ય હાજર રહ્યા

 piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ મુકામે 21 જુનના રોજ યોજનાર યોગ દિવસની ઉજવણીના આયોજન માટેની વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મંદિરમાં આયોજન બેઠક યોજાઇ હતી. આ બેઠકમા પતંજલિ યોગસમિતિના મુખ્ય કેન્દ્રીય પ્રભારી રાકેશજી આર્ય, ગુજરાત મહિલા પ્રભારી સોનીકાજી, મોહનજી જોષી, અમદાવાદ જિલ્લાના પ્રભારી હરેશભાઈ સોની, સંજયભાઇ, રામબલી આર્ય, રામ અવતાર વગેર યોગ નિષ્ણાંત ઉપસ્થિત રહ્યા હતા. અને સર્વે કાર્યકરોને ગ્રામ પ્રભારી માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ વિસ્તારમાં અત્યાર સુધીમા 12 મે થી 8 જુન સુઘીમાં 3 દિવસીય 81 શીબીરોનુ આયોજ કરવામાં આવ્યું હતું. 18 જગ્યાએ બાલસંસ્કાર શિબીર આયોજન કર્યું હતું, તથા 75 આરોગ્યસભા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય અંગે જાગૃતિનો અને સફળતાનો શ્રેય દલનાયક રામઅવતાર યાદવે તેમણી ટીમને આપ્યો હતો આ કાર્યક્રમમાં વિરમગામના સામાજીક કાર્યકર તેજશભાઇ વજાણી તથા તેમની ટીમને પતંજલી તેમજ યોગ પ્રચારમાં સહયોગ બદલ કેન્દ્રીય પ્રભારીએ પુષ્પ અર્પી સ્વાગત અને સન્માન કરાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments