KEYUR PARMAR – DAHOD
દાહોદથી રાહત સામગ્રી ભરેલી ગાડી બનાસકાંઠા જવાના રવાના. વરસાદથી બનાસકાંઠામાં તારાજી સર્જાતા ધનેરામાં મોટી હોનારત થઇ. અત્યાર સૂધી 100 જેટલા લોકો ના મૃત્યુ થયા. ઘરોમાં ગળાડૂબ પાણી ભરાયા. હાલ ઘરોમાં ખેતરમાં 15 ફુટ રેતી ભેગી થયેલ છે. લોકોનું જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.
વડાપ્રધાન મોદીએ રુપિયા 500 કરોડનું પૂર રાહત પેકેજ જાહેર કર્યું અને મૃતકના પરિવાર ને 2લાખની સહાયની જાહેરાત કરી હતી. ગુજરાતના ગામે ગામથી રાહત સામગ્રી અને ખાવા પીવાનો સામાન મોકલવામાં આવી રહ્યો છે, જેના ભાગ રૂપે આજે દાહોદ નગરપાલિકાથી પણ ફૂડ પેકેટ ભરેલ એક ગાડી બનાસકાંઠા જિલ્લામાં મોકલવામાં આવી. જ્યારે આ ફૂડપેકેટ ભરેલ ગાડી નગર પાલિકા ખાતેથી રવાના કરવા સમયે નગરપાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, અન્ય કાઉન્સિલરો અને યુવા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.