PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામમા રહેતા હિમાંશુ દિનેશભાઇ સિતાપરા વિઠ્ઠલાપુર હોન્ડા કંપનીમા નોકરીના ઇન્ટરવ્યું માટે ગયા હતા ત્યારે હોન્ડા કંપનીમાં મૌલિકભાઇ પટેલ તેઓને યુવક પાસે નોકરી માટે હોન્ડા કંપનીના અઘિકારીએ રૂપિયા ૫૦૦૦/- ની માંગણી કરી ત્યાંજ યુવકે ૨ દિવસમાં આપવા જણાવતાં હોન્ડા કંપનીના અઘિકારીએ યુવકને અનુસુચિત જાતિ વિરુધ્ધ શબ્દો બોલી અપમાનિત કર્યા હતા આ બાબતે હિમાંશુ સિતાપરાએ આ બાબતે વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનમાં અનુસુચિત જાતિ અપમાનિત કરતા હોન્ડા કંપનીના મૌલિક પટેલ સામે ફરીયાદ નોંધાવવા ગયેલ જ્યાં પોલીસ અઘિકારીઓ દ્વારા માત્ર અરજી સ્વિકારી હતી. ત્યા બે થી ત્રણ દિવસ જતા કોઇ ફરીયાદ ન નોંધાતા આજરોજ વિરમગામ અનુસુચિત જાતિ અઘિકાર આંદોલન સમિતિ દ્વારા વિવિઘ માંગણીઓને લઇને યુવાનને અનુસુચિત જાતિ અંગે જાહેરમાં અપમાનિત કર્યાની ફરીયાદ નોંઘવા તેમજ વિઠ્ઠલાપુર પોલીસમા PSI અને PSOની ફરજ પર બેદરકારી વિરુઘ્ઘ કાર્યવાહી કરવા અનુસુચિત જાતિ અઘિકાર આંદોલન સમિતિ દ્વારા વિરમગામ Dy.S.P. ને આવેદન પત્ર પાઠવ્યું. અને જણાવ્યુ હતું કે જો ૨૪ કલાકમાં માંગણી નહી સંતોષાય તો સમગ્ર ગુજરાતના દલિતો દ્વારા હોન્ડા કંપની અને વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.