ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજી શહેરમાં ત્રીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ નગર પાલિકા ટાઉન હોલ ખાતે યોજાયો હતો. ધોરાજીનાં નગર પાલિકા કચેરી ટાઉન હોલ ખાતે આજ રોજ રાજ્યનાં વહીવટી માં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોનાં ઉકેલમાં ઝડપ વધે તે માટે મહાનગરપાલિકા તથાં નગરપાલિકા કક્ષાએ ત્રીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાતીય દાખલા, ડોમીસાઈલ પ્રમાણપત્ર, રાશનકાર્ડ , આધાર કાર્ડ, વિધવા સહાય, જન્મ મરણના દાખલા, જમીન માપણી, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર જેવી અનેક કામગીરી એક જ સ્થળ પર આમ જનતાને મળી રહે તેવાં ઉદ્દેશ્યયથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ સેવાસેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આમ જનતાએ લાભ લીધો હતો અને નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેકટર કચેરી તથાં લાગતાં વળગતા કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા.