REPORTING BY
Priyank Chauhan Garbada
Girish Parmar Jesawada
દાહોદ જિલ્લાના જેસાવાડામાં આરોપીના ભાઈ ને પોલીસના મારવાથી મારી ગયો તેવો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી પોલીસ ની ગાડી ફૂંકી મારતા તનાવ ઉભો થયો હતો. આરોપી રજુ અને તેનો નેનો ભાઈ ચોરી ની સંડોવણીમાં હોઈ તેઓની પુચ પરચો કરવા માટે પોલીસે રાજુને બોલાવ્યો હતો તેવું જિલ્લા નાયબ પોલીસવડા નું કેહવું હતું અને તેઓને તેમના ભાઈ કનેશ સાથે કોઈ મત્લબજ નથી તેમ છતાં તેની લાશ પોલીસ સ્ટેશનમાં લાવી અને મૂકી દેતા અધિકારીઓએ ગામલોકો ને સમજાવવાની ખુબ કોશીશ કરી હતી પરંતુ ગામ લોકો તો પોલીસેજ કનેશ ને માર્યો છે અને તેના માટે પોલીસ કર્મિયો વિરુદ્ધ ફરિયાદ કેમ નથી લેતા તેમ કહી ઉશ્કેરાઈ જય અને 10 જેટલા લોકોના ટોળાએ પોલીસ સ્ટેશન ઉપર પથ્થર મારો શરુ કરી દીધો અને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને પોલીસની ગાડીમાં આગ ચાંપી અને બાળીનાખી હતી, જવાબી કાર્યવાહીમાં પોલીસે હવામ ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ ટોળું પોલીસ સ્ટેશન થી નાથુ હતું અને તોપણ લાશ તો લઇ જવાની નાજ પાડી નીકળી ગયા હતા. આ બાબતે પોલીસ અધિકારીઓએ લાશનું પી.એમ. કરી આગળની તાપસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તેમ છતાં ગામના લોકે ઉશ્કેરાઈ જય અને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો તેવું જેસાવાડા પોલીસ કરમી નું કેહવું હતું. આ ઘટનામાં ડી.વાય.એસપી તેજસ પટેલ, પી.એસ.આઈ. બી.બી.બગેડીયા અને અન્ય આઠ પોલીસ કર્મીઓ ને પણ ઈજાઓ પહોંચી હતી.
દાહોદ નાયબ પોલીસ વડા તેજસ પટેલ એ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે આવી મંડળી રચી અને જે આ કૃત્ય કર્યું છે અને તોડફોડ કરી છે તેની પણ તપાસ પોલીસ કરશે અને દોષિતોના ઉપર કાર્યવાહી કરશે.