NewsTok24 -Keyur Parmar – Dahod
દાહોદ શહેરની પાલિકાની ચુંટણીની ફોર્મ ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે ત્યારે દાહોદ ભાજપે હજી સુધી કોઈ કાયદેસર ની જાહેરાત કરી નથી . આ બાબતે પાર્ટી ના કાર્યકર્તા અને હોદ્દેદારો પણ અજાણ છે. પણ ટીકીટો માટે ખુબજ તનાતની થતી હોઈ દાહોદ શહેરની કાયદેસરની યાદી હજી બહાર પાડવામાં આવી નથી. પરંતુ સંભવિતોને જાણ કરી છે કે તમે તૈયાર રહેજો જેમો કુલ 18 થી 20 જણાનો સમાવેશ થયો આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળેલ છે
જેમાં પ્રશાંત દેસાઈ, કાઇદ ચુનાવાલા, નલીનકાંત મોઢીયા, અરવિંદ ચોપડા , રમીલાબેન, લખાણ રાજગોર, અભિષેક મેડા , લતાબેન સોલંકી, સલમાબેન આમબાવાલા , ગુલશન બચાણી ,સલીમ પટેલ, ટીકુ પંચાલ ,રીના પંચાલ, ભાવના વ્યાસ, બીરજુ ભગત વગેરેલોકો નો સમાવેશ થયો છે.જેમને પર્સનલી જાણ કરી દેવામાં આવી છે એવુ ભાજપ નાજ એક કાર્યકર્તા ધ્વારા જાણવા મળેલ છે.
હાલ દાહોદ ભાજપના જીલ્લા પ્રમુખ , કે હોદ્દેદારો પણ કશું કેહવાની સ્થિતિમાં નથી અને આવતી કાલે લીસ્ટ જાહેર કરીશું તેવું જણાવે છે. જયારે અમુક કાર્યકર્તાઓ અને માજી નાગર સેવકોની ટીકીટ કપાતા તેઓ એ અપક્ષ ઉભા રહેવાની પણ ધમકીયો આપ હતી.
આજે દાહોદમાં કુલ 41 ફોર્મ નગરપાલિકા માટે ભરાયા હતા જેમાં ભાજપના ચાર ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળેલ છે. બાકીના અપક્ષ અને કોંગ્રેસ ના પાલિકા માં 70% ફોર્મ ભરાઈ ગયા હોવાનું કોંગ્રેસ જીલ્લા પ્રમુખે જણાવ્યું હતું.