Thursday, October 31, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના ગાંગરડી ગામે પરંપરાગત ચુલનો મેળો ભરાયો

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે પરંપરાગત ચુલનો મેળો ભરાયો

PRIYANK CHAUHAN – GARBADA

 

ગરબાડા તાલુકાનાં ગાંગરડી ગામે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ પરંપરાગત રીતે હોળીના બીજા દિવસે એટલે કે, ધુળેટીના દિવસે ચુલનો મેળો ભરાયો હતો જેમાં દુરદુરના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો આ મેળાની મોજ માણવા ગાંગરડી ગામે ઉમટી પડયા હતા અને આ ચૂલના મેળામાં હૈયે હૈયું દબાય તેટલુ માનવમહેરામણ મેળાની રંગત માણવા ઊમટી પડ્યું હતું અને પોતપોતાના સમૂહમાં આ ચુલના મેળામાં ખાણી પીણી, હરવા ફરવા તેમજ જુદાજુદા પ્રકારના હીચકે ઝૂલવાની ઉત્સાહભેર મોજ માણી આનંદ લીધો હતો. ચૂલના મેળામાં અમુક યુવકો એક સરખા પહેરવેશ પહેરીને ચૂલના મેળાની મોજ માણતા નજરે પડ્યા હતા જ્યારે અમુક યુવકો તેમની ટી-શર્ટના પાછળના ભાગે “બયરી બકા તારી છે, પણ લવર હતી મારી…” ના લખાણ લખેલી એક સરખી ટી-શર્ટ પહેરીને ચૂલના મેળામાં આવતા અન્ય લોકોનુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ગરમ ચૂલમાં ચાલવાની શરૂઆતમાં ધાર્મિક વિધિ કરી પ્રથમ હરીજન (પૂજારો) તથા ગાંગરડી ગામના પટેલ માથે સાફો તેમજ હાથમાં ખુલ્લી તલવાર રાખી ખુલ્લા પગે ધખધખતા અંગારા ઉપર ચાલે છે ત્યારબાદ જ બીજા શ્રદ્ધાળુઓ ગરમ ચૂલ ચાલતા હોય છે.

આ ચુલના મેળાની વિશેષતા એ છે કે, શ્રદ્ધાળુઓ પોતે ઠંડી-ગરમ ચુલ ચાલવાની માનતા (બાધા) રાખતા હોય છે તે માનતા (બાધા) પૂરી કરવા ચુલના મેળામાં શ્રદ્ધાળુઓ પોતે ધખધખતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી પોતાની ધાર્મિક માનતા (બાધા) પૂરી કરે છે તેમજ અમુક શ્રદ્ધાળુઓ ઠંડી ચુલ ચાલવાની પણ માનતા રાખતા હોય છે અને પોતે ઠંડી ચુલ ચાલી પોતાની માનતા (બાધા) પૂરી કરે છે. ચૂલના મેળામાં તકેદારીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments